એન્જિનીયરીંગ ક્ષેત્રે પ્રખ્યાત જયોતિ સી.એન.સી.નો અનુપમ ઉપહાર
‘ધમણ’વેન્ટિલેટર કોરોના સંક્રમિતોના હૃદયને પુન: ધબકતા કરશે: “રાજકોટ કે ગુજરાતનો એક પણ પેશન્ટ વેન્ટિલેટર વગર નહીં રહે: પરાક્રમસિંહ જાડેજા
એન્જિનીયરીંગ ક્ષેત્રે પ્રખ્યાત જયોતિ સી.એન.સી. દ્વારા ભારતમાં કોરોનાની લડાઇ લડતા સંક્રમિતોને અનુપમ ઉપહાર આપ્યો છે. ગુજરાતમાં તૈયાર કરાયેલું ‘ધમણ’ વેન્ટિલેટર તમામ ટેસ્ટમાં પાર ઉતર્યુ છે જે હવે કોરોના સંક્રમિતોના હ્રદયને પુન: ધબકતા કરશે. આ અંગે યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદને સંબોધતા જયોતિ સી.એન.સી. ના પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટ કે ગુજરાતનો એક પણ પેશન્ટ હવે વેન્ટિલેટર વગર નહીં રહે.
આ અગાઉ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘ધમણ-૧ ’ તૈયાર કરીને સરકારને આપવામાં આવ્યા હતા. ત્યારે વિવિધ વિવાદોના ધેરાવમાં હતું. તેમ છતાં કંપનીએ આ વિવાદને પડકારના રુપમાં લઇને સકારાત્મક અભિગમ સાથે પુન: શરુઆત કરીને ‘ધમણ-૩’ તૈયાર કર્યુ અને જે દરેક પરિક્ષણમાંથી પાર ઉતર્યુ છે અને આ તકે જયોતિ સી.એન.સી. ના પરાક્રમસિંહ જાડેજા કંપનીની ટીમ તેમજ ચેતન લાલસેતા, મયંક ઠકકર,, જયદિપસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા સહિતના કુશળ તબીબો ઉ૫સ્થિત રહ્યા હતા. જયોતિ સી.એન.સી. ના પરાક્રમસિંહ જાડેજાએ તબીબી ક્ષેત્રના નિષ્ણાંત ડોકટરોના સલાહ-સુચન મુજબ એક પડકારને અવસરમાં ફેરવીને ર‘મેક ઇન ઇન્ડિયા’ને સાર્થક કરતું ધમણ વેન્ટિલેટર તૈયાર કર્યુ છે. ચુનંદા ૧૫૦ એન્જીનીયરો અને તબીબી જગતના નિપુણ ડોકટરોની સીધી આગેવાની હેઠળ જયોતિ સી.એન.સી. ની સ્ટેટ-ઓફ – ધ -આર્ટ ફેકટરીમાં આજે ધમણ વેન્ટિલેટર ધમધમતા થયા છે. એક તરફ સરકાર આવા જુથ પ્રચાર સામે સાચી વાત રજુ કરી હતી ત્યારે પરાક્રમભાઇ અને તેના ૧પ૦ નિષ્ણાંત ઇજનેરીની ટીમ તરફથી અત્યાધુનિક ધમણ-૩ વેન્ટિલેટર બનાવવાના અથાગ
પ્રયત્નોમાં વ્યસ્ત હતા. નવા ધમણ-૩ વેન્ટિલેટરના ડોકટરોએ માંગેલા તમામ એકસેસરીઝને સમાવી લેવાથી માંડીને ક્રિટિકલ કેર યુનિટમાં અવિરત ચાલે તવા ધમણ-૩ વેન્ટિલેટર અંગે નવી ડિઝાઇન સાથેના બધા જ કાર્યો ઝડપભેર આગળ વધી રહ્યા હતા.
ભારત સરકાર તરફથી ધમણ-૩ વેન્ટિલેટર ઉ૫ર સંપૂર્ણ વિશ્ર્વાસ હોવાનું પ્રસ્થાપિત રુપે જયોતિ સી.એન.સી. પ૦૦૦ (પાંચ હજાર) વેન્ટિલેટર ખરીદવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો. કોરોના વાયરસના સંક્રમણ ખાળવા સરકાર સતત પ્રયત્નશીલ હતી એજ સમયે ધમણ-૩ વેન્ટિલેટરને તૈયાર કરી લેવામાં આવ્યું. ડોકટરોએ સુચવેલી તમામ મહત્વપૂર્ણ બાબતો ઉપરાંત જરુરી એવી એકસેસરીઝથી સજજ ધમણ-૩ તૈયાર કરવામાં આવ્યું છે.
હવે ટીમ જયોતિ ધમણ-૩ કડક પરીક્ષણ હેઠળ સરકાર દ્વારા સુચવેલી હોસ્પિટલમાં પહોચાડી રહી હતી. અહીંયા કોરો નથી પીડાઇ રહેલા પેશન્ટ ઉપર નવા અત્યાધુનિક ધમણ-૩ વેન્ટિલેટરનું ડોકટરોને નિષ્ણાંત ટીમના માર્ગદર્શન હેઠળ પરીક્ષણ શરુ થયું થોડા દિવસની દેખરેખ અને સંચલન બાદ તબીબીઓએ ધમણ-૩ ના સફળ પરીક્ષણ અંગે લીલી ઝંડી આપી હતી.
આમ એક હોસ્પિટલમાંથી બીજી હોસ્ટિપલ અને પછી ત્રીજી હોસ્પિટલ અને ત્યાં પણ ક્રિટિકલ કેર યુનિટમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા પેશન્ટ ઉપર ધમણ-૩ વેન્ટિલેટર કામ કરવાનું શરુ થયું. તબીબોને દિવસ-રાત અથાગ પ્રયત્નો ના કારણે પેશન્ટ સાજા થવા લાગ્યા અને સાથે સાથે ધમણ-૩ તેની કસોટી ઉપર ૧૦૦ ટકા ખરું ઉતાર્યુ. હવે લગભગ ડોકટરો તરફથી સૌથી વધુ વિશ્ર્વાસપાત્રનું બિરુઘ્ધ ધમણ-૩ ને મળી જ રહ્યું હતું.
દિલ્હી ખાતે કોઇ એક વ્યકિત દ્વારા આર.ટી.આઇ. ના માઘ્યમથી વેન્ટિલેટર અંગે માહીતી માંંગવામાં આવી અને સરકાર દ્વારા આ અંગે જવાબ આપવામાં આવ્યો તેમ છતાં આ આર.ટી.આઇ. માંથી તથ્યોને તોડી મરોડીને ફકત અને ફકત સનસની ફેલાવવા માટે ફરી એક વખત ધમણ વેન્ટિલેટર નિષ્ફળ હોવાથી સરકારે રિજેકટ કર્યુ હોવાનો ખોટો પ્રચાર કરવામાં આવ્યો.
પરંતુ હવે સરકારના સ્વાસ્થ્ય વિભાગ ના વડાએ ધમણ-૩ અંગે ડિરેકટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વીસીઝ ના માઘ્યમ દ્વારા વેન્ટિલેટર સંપૂર્ણ રીતે કામ કરતું હોવા અંગેનું સૌથી મહત્વપૂર્ણ સર્ટીફીકેટ આપવામાં આવ્યું. અત્યારે એ જણાવવું ખુબ જ જરુરી છે. ડીરેકટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વીસીઝ દ્વારા લેવાયેલ અનેક પરીક્ષણો અને બારીક નીરીક્ષણ પછી તમામ પરીક્ષાઓ પસાર કરીને ધમણ-૩ સૌથી સલામત અને અત્યાધુનિક હોવાની ખાતરી ખુદ સરકાર દ્વારા આપવામાં આવી છે.
ધમણ-૩ વેન્ટીલેટર અત્યંત આધુનિક વાઇફાઇ મારફતે દર્દીનું કરાશે પરીક્ષણ
મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા જયોતિ સીએનસી સજજ: પરાક્રમસિંહ જાડેજા
જયોતિ સીએનસીનાં સંસ્થાપક પરાક્રમસિૈહ જાડેજાએ અબતક મીડીયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હર હંમેશ ભારતનાં ઉઘોગપતિઓ માટે કંપની પહેલા દેશ હોઇ છે, ત્યારે જયારે હવે મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટની અમલવારી શરુ થઇ છે. તે સમયથી હવે કંપનીની જવાદબારી વધી ગઇ છે. ધમણ-૧ ઉપર જયારે આરોપો લગાડવામાં આવ્યા, ત્યારથી કામ કરવાનો જુસ્સો ખુબ જ વધુ ગયો છે. વધુમાં તેઓએ માહીતી આપતા જણાવ્યું હતું કે, કોઇ વ્યકિતએ કંપનીની સામે નહિ પરંતુ લોક હિતમાં કરવામાં આવતી કામગીરીને બીરદાવી જોઇએ, જેથી ઉત્પાદકોને પ્રોત્સાહન મળી રહે, ગુજરાતમા વેન્ટીલેટર બનાવવા માટે કોઇ કંપની જયારે આગળ ન હોતી આવી, ત્યારે જયોતિ સીએનસીએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને ધમણ વેન્ટીલેટર બનાવવા માટેની તૈયારી શરુ કરી દીધી હતી, હવે સરકારનાં આદેશ અનુસાર કંપની ધમણ-૩ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. તમામ પ્રકારના પ્રસિકક્ષણ બાદ હવે જયોતિ સીએનસી પ હજાર વેન્ટેલેટર કે જે હાઇએન્ડ ડિવાઇઝ છે, તેને સરકારને સોંપશે, બીજી તરફ ધમણ-૩ જીએસએમ ચીપ અને વાઇફાઇથી સુસજજ હોવાથી તબીબની સારવાર અને વેન્ટીલેટર અંગેની માહીતી મોબાઇલ મારફતે મળવા પાત્ર રહેશે. ત્યારે હવે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળી રહે તે માટે કંપની વેન્ટીલેટરોનો નિકાસ પણ કરશે, અંતમાં પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જે રીતે તબીબો દ્વારા વેન્ટીલેટરને માન્યતા આપી તેની ગુણવતાની ખરાઇ કરી છે. તેને જોતા કંપનીનો જુસ્સો પણ વઘ્યો છે.