વઢવાણમાં કંસારા સમાજની વાડીએ સમસ્ત કારીગર યુવક મંડળ અને કાલીકાઈ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહીને ધર્મલાભ લઈ રહ્યા છે. વ્યાસ પીઠેથી મોરબી વાળા બીપીનભાઈ વ્યાસ કથાનું આગવી શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. કથાની પૂણાહુતિ તા.૮ના રોજ થશે.
કથાને સફળ બનાવવા રાજુભાઈ પાવાગઢી, રાજુભાઈ કાળીદાસ, રસીકભાઈ રમણલાલ, રમણલાલ જયંતીલાલ, બુધાલાલ મોહનલાલ, લાલાભાઈ કંસારા અને કમલેશભાઈ નાથુભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે.