- આજથી નો શુભ-આરંભ થયો
- અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોનો ઉલ્લાસ જોવા મળ્યો
- અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું
- ભક્તોએ માતાજીના દર્શન અને આરતીનો લાભલઈ ધન્યતા અનુભવી હતી
નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી એક એવું પર્વ છે જે સનાતન સંસ્કૃતિમાં મહિલાઓના ગરિમામય સ્થાનને શોભાવે છે વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે એકમથી નોમના નવ દિવસોમાં આવતી આ નવરાત્રિમાં ચૈત્ર નવરાત્રીનો મહાન તહેવાર એટલે કે આજે પહેલું નોરતું, સકલ સૃષ્ટિનું સંચાલન શક્તિ વિના શક્ય નથી, ત્યારે નવા વર્ષના પ્રકાશ અને ઊર્જાની પ્રાપ્તિ માટે અનિવાર્ય એવી શક્તિ આદ્યશક્તિના 9 સ્વરૂપોની પૂજાથી પ્રાપ્ત થાય છે
આજથી ચૈત્ર નવરાત્રીનો શુભ-આરંભ થયો છે. આ ચૈત્ર શુક્લ પક્ષની વાસંતિક નવરાત્રી છે, હિન્દુ નવું વર્ષ ચૈત્ર નવરાત્રીથી શરૂ થાય છે. આ નવરાત્રીમાં અનેક પ્રકારની શક્તિઓ જોવા મળે છે.
અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોનો ઉલ્લાસ જોવા મળ્યો
ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં ભારે ભીડ જોવા મળી છે. અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોનો ઉલ્લાસ જોવા મળ્યો છે. સવારે મંગળા આરતીમાં ભકતો બહોળી સંખ્યામાં જોડાયા હતા. અંબાજી મંદિરમાં મંગળા આરતી ત્યારપછી ઘટ સ્થાપના કરવામાં આવી હતી. અંબાજી, જે 51 શક્તિપીઠોમાંનું એક અને આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે, તેના પરિસરમાં “બોલ મારી અંબે, જય જય અંબે”ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી.
અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું
તો બીજી તરફ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.આ વખતે ચૈત્રી નવરાત્રીમાં 8 દિવસ છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યુ હતું. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના દર્શન અને આરતીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
અંબાજી મંદિરના મહારાજે મંગળા આરતી કરાવી હતી
‘બોલ મારી અંબે જય જય અંબે’ના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. મંદિરના ચાચર ચોકમાં ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી હતી. સિદ્ધિ વિનાયક મંદિર અને શિવ મંદિરમાં પણ મંગળા આરતી યોજાઈ હતી.
51 શક્તિપીઠમાંનું આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાતા અંબાજી મંદિર ઉપર 358 સુવર્ણ કળશ લાગેલા છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી આઠ દિવસ ચાલશે. દર્શન માટે લાંબી કતારો જોવા મળી રહી છે. દૂર-દૂરથી આવતા ભક્તો ગબ્બર અને 51 શક્તિપીઠના દર્શન કરવાનું ચૂકતા નથી.
માં જગતજનની અંબાની આરાધના કરવા દેશભરમાંથી માઈભક્તો આવી રહ્યા છે. મંગળા આરતી બાદ ઘટ સ્થાપના કરવામાં આવશે. ભક્તોએ માતાજીના દર્શન અને આરતીનો લાભલઈ ધન્યતા અનુભવી હતી.