ડે.મેયર અશ્વીન મોલીયા સહિતના ભાજપ આગેવાનો હાજર રહ્યા
વોર્ડ નં.૧૨માં (વાવડી)માં ગામતળ પાસે ટી.પી.સ્કીમ નં.૧૫નાં ૨૪ મીટર પહોળાઈનાં ટી.પી.રોડ અને વાવડી ગામતળથી કાંગશિયાળી મેઈન રોડ સુધીના ૨૪ મીટર ટી.પી.રોડને મેટલીંગ તથા પેવર કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયાના વરદહસ્તે કરવામાં આવ્યું છે.
આ કામગીરી રૂ.૩.૪૨ કરોડના ખર્ચે થશે. તેમજ આ કામે આશરે ૩.૦૦ કિલોમીટર લંબાઈમાં વેટમિકસ તથા જી.એસ.બી. મટીરીયલનો ઉપયોગ કરી રસ્તાને પેવર કામ કરવામાં આવશે. આ કામગીરીથી પુનિતનગર ૮૦ ફુટ રોડથી કાંગશિયાળી રોડ થઈ ગોંડલ રોડના બાયપાસને જોડાશે. જેથી ગોંડલ રોડ ચોકડીએ થતા ટ્રાફિકનું મહદઅંશે નિરાકરણ થશે.
તેમજ પરીન ફર્નીચરવાળા ટ્રાફિક યુકત રોડ પરથી પસાર થવાનું દુર થશે. જેના કારણે અંબિકા ટાઉનશીપ, વાવડી ગામ, પુનીતનગર તથા નંદનવન વિસ્તારને લાગુ રહેવાસીઓને ટ્રાફિકની અવર જવર કરવામાં સગવડ રહેશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા અને ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા સહિત શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૧૨નાં કોર્પોરેટર સંજયભાઈ અજુડીયા, વોર્ડ પ્રભારી પ્રદીપભાઈ ડવ તથા બહોળા પ્રમાણમાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.