નાનામવા સર્કલ, બાલાજી હોલ અને મવડી ચોકડી સહિતના વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવા તંત્રની નિયત નથી!
શહેરના વિકાસને ગળાટૂંપો આપતી પાર્કિગ સમસ્યાથી લોકો ત્રસ્ત બની ચુકયા છે. નિંભર તંત્ર અનેક રજુઆતો છતાં યોગ્ય પગલા ભરતુ નથી. ત્યારે ‘અબતક’દ્વારા પાર્કિગની સમસ્યા અને તેના ઉકેલ માટે લોકોના સુચનો લેવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને શહેરના નાનામાવા સર્કલ, બાલાજી હોલ અને મવડી ચોકડી સહીતના વિસ્તારોમાં પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ થયો હતો.
વાહન પાર્ક કરવાની મોટી સમસ્યા: શબિરભાઈ
શબીરભાઈએ જણાવ્યું હતું કે, ટ્રાફિકને લઈને ખુબ મોટી સમસ્યા થાય છે અને ચાર-પાંચ દિવસથી ખાડા ખોદીને ચાલ્યા ગયા છે તો વાહન કયાં પાર્ક કરવા અને ખાડાને કારણે એકિસડેન્ટ પણ થાય છે.
અહી પાર્કિંગની સુવિધા જ નથી: ટ્રાફિક કોન્સ્ટેબલ મુકેશભાઇ
અબતક સાથેની વાતચીત દરમિયાન નાનામવા સર્કલ પોઇન્ટના ટ્રાફીક કોન્સ્ટેબલ મહેશભાઇ વાઘેલાએ જણાવ્યું કે અહીં સવારે ૮.૩૦ થી ૯.૩૦ સુધી ટ્રાફીક વધુ હોય છે.
અને સાંજે ૭.૩૦ થી ૮.૩૦ દરમિયાન ટ્રાફીક વધુ હોય છે. અહી નાનામવા સર્કલ પર પાંચ વોર્ડન અને બે નાવ કોન્સ્ટેબલ ફરજ બજાવીએ છીએ. અને અમે બધા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીએ છીએ. અને ટ્રાફીક ને નિયંત્રણ કરીએ છીએ. અહી શોપીંગ સેન્ટર નથી તેથી અહીં પાર્કિગની સુવિધા નથી. અને અહીં લોકોની અવર જવર જ વધુ હોય છે તેથી કોઇ વધુ સમસ્યા થતી નથી અને લોકો અમેને સાંભળી ે અને અમે ટ્રાફીક સિગ્નલમાં હાથ રાખી કે વિસલ વગાડીને છીએ તો લોકો અમને સહકાર આપે છે.
પોલીસે કાયમી સ્થળ તપાસ કરી પ્રશ્ર્નનો ઉકેલ લાવવો જોઈએ: આકાશભાઈ
આકાશભાઈએ જણાવ્યું હતું કે, આડેધડ પાર્કિંગ થવાથી તેઓને ધંધામાં તકલીફ થાય છે અને પોલીસ તંત્રએ કાયમી મુલાકાત લેવી જોઈએ અથવા તો તંત્રએ પટ્ટા કરીને પાર્કિંગની જગ્યા ફાળવવી જોઈએ.
ગાડીનું ધ્યાન રાખવા એક વ્યકિતએ રોડ પર ઉભા રહેવુ પડે છે: નિલેશભાઈ
નિલેશ સોરઠીયાએ જણાવ્યું હતું કે, મવડી રોડ પર ૮-૯ વર્ષથી આવું છું અને પાર્કિંગ ન હોવાને કારણે એક વ્યકિતએ ગાડીનું ધ્યાન રાખવા રોડ પર ઉભું રહેવું પડે છે. તંત્ર કંઈક સુવિધા કરે તો સારુ.
જગ્યાના અભાવે આડેધડ પાર્કિંગ થાય છે: ભાવનાબેન
ભાવનાબેને કહ્યું હતું કે તેઓને સાબુની દુકાન છે. ટેલીફોનનો વાયર નાખવા ૧પ દિવસથી ખાડા કરી ગયા છે હજુ સરખા કરવામાં આવ્યા નથી. અને તેમાં અકસ્માત પણ
થાય છે અને ગ્રાહકને આવવામાં સમસ્યા થાય છે. જગ્યાના અભાવને કારણે તેઓ આડેધડ પાર્કિગ કરે છે અને ટ્રાફીકની સમસ્યા થાય છે તેઓની રજુઆત છે કે આર.એમ.સી. દ્વારા પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવે.
કેટલાક કોમ્પલેક્ષમાં પાર્કિંગ માટે જગ્યા જ નથી: મિલનભાઇ
મીલનભાઇ કહ્યું હતું કે આ વિસ્તારમાં ૧૮ વર્ષથી કાર્યર છે. તેઓના કોમ્પલેક્ષમાં આરએમસીની મંજુરી મુજબ પાર્કિગની જગ્યા છોડેલી છે. પરંતુ આજુબાજુમાં અમુક કોમ્પલેક્ષમાં પાકિગની
જગ્યા છોડેલ નથી. તેથી તે લોકો આ કોમ્પલેક્ષમાં પાર્કિગ કરી જાય છે. તેથી પ્રજા માટે પાર્કિગની જગ્યા બચતી નથી સાંજના સમયે જ પ્રશ્ર્ન રહે છે તેનું જવાબદાર કોર્પોરેશન છે અને અત્યારે રાજકોટમાં ઝળહળતો રોડ નાનામાવા રોડ છે ત્યાં પે એન્ડ પાર્કિગની સુવિધાઓ છે જ નહી.
આરએમસીના કર્મચારી અમને હેરાન કરે છે: મનીષભાઈ
મનીષ લાઠીયાએ કહ્યું હતું કે, અમારે ૧૦ વર્ષથી ઠંડા-પીણાની રેકડી છે. આરએમસીની ગાડી આવે અથવા તો પોલીસવાળા આવે તે અમને હેરાન કરે છે. ગ્રાહકો આવે તે પોતાની ગાડી રોડ પર પાર્ક કરે છે.
પાર્ટી પ્લોટ જેવા સ્થળો પાર્કિંગ માટે ફાળવવા જોઇએ: ધરમદાસ ભાઇ
ધરમદાસએ કહ્યું હતું કે પાર્કિગની સુવિધાઓ કરવી જોઇએ જેથી ટ્રાફીકની સમસ્યા દુર થઇ જાય અને પાર્ટી પ્લોટ જેવો વિસ્તાર આર.એમ.સી. એ પાકિંગ માટે ફાળવવો જોઇએ.
પાર્કિંગ માટે સુવિધા ઉભી કરવા
તંત્રને અપીલ: વિજય ડાંગર
વિજય ડાંગરે જણાવ્યું હતું કે બે વર્ષથી દુકાન છે. અને અત્યારે ખુબ જ પાર્કિગને કારણે તકલીફ થાય છે તો તંત્રને અપીલ છે કે જલ્દી જ પાર્કિગની સુવિધા કરવામાં આવે.
લોકો આડેધડ પાર્કિંગ કરે છે: લીલાભાઇ
લીલાભાઇ ચુડાસમાએ કહ્યું હતું કે તેઓ ૧૫ વર્ષથી ઉભા રહે છે અને ત્યાં પાર્કિગની ખુબ જ સમસ્યા છે ખાસ કરીને સાંજે તકલીફ પડે છે. ગ્રાહકો આડેધડ પાર્ક કરી દે છે અને પોલીસવાળા આવીને અમને મારે છે અને તંત્ર પાસે અપેક્ષા છે કે પાર્કિગની વ્યવસ્થા અપાવો
આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક સર્જાય છે: રાજુભાઈ
રાજુભાઈએ કહ્યું હતું કે, તેમને દોઢ વર્ષથી દુકાન છે. રોડ પર સંકળાશ હોવાને કારણે લોકો આડેધડ પાર્કિંગ કરે છે અને ટ્રાફિકની સમસ્યા થાય છે અને લોકોમાં પણ અવેરનેસ નથી અને પોલીસ પણ આવતા નથી. ટ્રાફિકનું જવાબદાર વધારે પ્રજા છે અને આ વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા છે જ નહીં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com