વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમપણે આગળ વધી રહ્યું છે, ત્યારે દેશના અર્થતંત્રને ટૂંક સમયમાં જ પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના રોડ મેપ પર આર્થિક ગાડી પૂરપાટ ઝડપે દોડી રહી છે.
અર્થતંત્રને સધ્ધર બનાવવા માટે ઘર આંગણે કૃષિ અને કૃષિ કારના વિકાસ, ઔદ્યોગિક ઉત્પાદનમાં વેગ અને દેશના અર્થતંત્ર માટે ભારરૂપ આયાતને ઘટાડવા માટે ઘરેલુ ઉત્પાદન વધારી આયાતની અવેજીમાં સ્થાનિક ચીજ વસ્તુઓના વપરાશ વધારવા માટેની વ્યવસ્થા થકી અર્થતંત્રને સધ્ધર બનાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે . ત્યારે દેશના અર્થતંત્રમાં કૃષિ ઉત્પાદનથી લઈને નિકાસ ક્ષેત્રની જેમ જ ગુજરાતની સમૃદ્ધિ અને આવક પણ અર્થતંત્ર માટે પ્રાણ પૂરનારી બની રહેશે.
જુના જમાનામાં પણ જ્યારે દિલ્હીમાં રાજાશાહી યુગ હતો અને શક્તિથી મુલક ઉપર રાજ કરવાની વૈશ્વિક વ્યવસ્થા હતી ત્યારે પણ એવી કહેવત હતી કે જેની પાસે ગુજરાત હોય તેને દિલ્હીની ગાદી સરળતાથી મળે.. લોકશાહી યુગમાં પણ જાણે કે ગુજરાતે તેનું મહત્વ જાળવી રાખ્યું હોય
તેમ ગુજરાતના સહકાર વિના દેશનું શાસન અને આર્થિક સમૃદ્ધિ મળે નહીં
ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના લક્ષ્યાંકમાં પણ ગુજરાત નું યોગદાન જરૂરી છે. તાજેતરમાં ગુજરાતની આત્મવસ્થાને વેગમાન બનાવવા માટે ડ્રગપાર્ક ટેક્સટાઇલ પાર્ક અને ઉદ્યોગિક વિકાસની
નેમ રાખવામાં આવી છે ત્યારે જંબુસરમાં બલ્ક ડ્રગપાર્ક અને નવસારીમાં પીએમ મિત્રા પાર્કને પર્યાવરણની મંજૂરી મળી ગઈ છે ત્યારે ગુજરાત ફાર્માસ્યુટિકલ અને ટેક્સટાઇલ ક્ષેત્રને વેગ આપવા જ બની ગયું છે ગુજરાતની આવક વધે એટલે કુવામાં હોય તો હવેડામાં આવે ની જેમ તેનો સીધો ફાયદો દેશના અર્થતંત્રને થશે
ગુજરાત મહેનત ,બુદ્ધિ ,પ્રતિભા સાહસ અને આર્થિક વિકાસ માટે શુકનવન્તુ ગણાય છે ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થા સધ્ધર થઈને દેશની આર્થિક મહાસત્તા બનવાની ગતિને વધુ વેગમાન બનાવશે તેમાં બે મત નથી.