પરવં વૈભવન નેતુમેતત સ્વરાષ્ટામ….
વિજયાદશમીએ ૯૩માં વર્ષનાં પ્રવેશ: હાલ ૧.૫૦ લાખ સ્વયંસેવકો કાર્યરત
આજકાલ પુરા વિશ્વમાં આર.એસ.આર. ને જાણવા માટે લોકો ઇચ્છા દશાવી રહ્યા છે. એવું તે સંઘમાં શું છે ? તે રાષ્ટ્રના કોઇપણ પ્રશ્નમાં વિકટ પરિસ્થિતિમાં પણ સંઘ આગળ વધતો જાય છે અને હવે તો સંઘ પાસે જ અપેક્ષાઓ વધતી જાય છે. આમ પણ અનેક સંસ્થા સંઘનો જુઠ્ઠો પ્રચાર કરી કટોકટી નાખી છતાં પણ સંઘની શકિત વધતી ગઇ આજકાલ પણ ઇન્ટરનેટના યુગમાં પણ આંગળીના ટેરવે યુવાનો નેટ દ્વારા સંઘને જાણી રહ્યા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના ૧૯૨૫માં વિજયા દશમી ના દિવસે નાગપુરમાં મોહિતેવાડ મેદાન ખાતે થયેલ આજે પુરા ભારતમાં ૯૫ ટકા જીલ્લાઓમાં સંઘનું કામ ચાલુ છે. દેશમા: ૩૭,૧૯૦ સ્થાનો પર ૫૮,૯૬૭ નિત્ય શાખા, ૧૬,૪૦૫ સાપ્તાહીત મિલન અને ૭,૯૭૬ સંઘ મંડળી કાર્યરત છે. આમ કુલ ૮૩,૩૪૮ સ્થાનો પર સંઘની ગતીવિધી ચાલે છે શાખા દ્વારા સંઘના ૧.૫૦ લાખ સ્વયસેવકો સેવાકાર્યમાં લાગ્યા છે.
ગમે તેવી આફતોમાં સંઘનું કામ નિરંતર વધેલ છે ત્યારે આજે પણ સંઘની આ વિશેષતા જાણવા લોકોમાં ઉત્સુકતા વધતી જાય છે ત્યારે સ્થાપક ડો. કેશવરાવ બલીરામ હેડગેવાર… પ્રથમ સંઘને જાણો…. ઓળખવાનો પ્રયત્નો કરો….. પછી બોલો… રાષ્ટ્રને સંગઠીત કરવાનું પવિત્ર લક્ષ્ય અર્થાત આપણા બધા દેશવાસીઓને સમાન ચિરકાલીન માતૃભકિતની ભાવના ભરીને તેમને રાષ્ટ્રસુત્રમાં જોડવાનું કાર્ય અત્યંત જટીલ છે.
આપણે જેને સંગઠીત કરવા માંગીએ છીએ તેઓ અસંગઠીત છે. આમાથી કાર્યોપયોગી વ્યકિતને શોધવી તેમને સન્માનથી સંગઠનમાં અનુકુળ કાર્ય આપતા રહીને સુત્રબઘ્ધ અનુશાસિત આચરણ માટે સતત જાગૃત રાખવા તે બહુ સહેલુ નથી છતાં પણ સદીયો પહેલા સમ્રાટ સાલીવાહને માટીમાંથી મર્દો સજર્યા એમ કહેવાય છે.
દ્વિતીય સરસંઘચાલકજી પૂ. માધવરાવ સદાશિવરાવ ગોલવલકર (ગુરુજી) ના જીવનકાળમાં શર થયો હતો. તેઓ નાગપુર બનારસ હિન્દ હિન્દુ વિશ્વ વિઘાલયમ) બે વર્ષ અઘ્યાપક કાર્ય કરી વિઘાર્થી પ્રિય થયા. વિઘાથી લાડથી ગુરુજી કહેતા ત્યારથી ગુરીજી થી પ્રખ્યાત થયા. આજે સંપૂર્ણ દેશના લાખો સ્વયસેવકો હિત ચિંતકોમાં ગુરુજી તરીકે પ્રસિઘ્ધ થયા.
સંઘના તૃતીય સરસંઘ ચાલક પુ મધુકર દત્તાત્રેય દેવરસ (બાબાસાહેબ દેવરસ) ના સમયમાં ત્રીજો ભાગ શરુ થયોત્યારે રાષ્ટ્રીય સ્વયસેવક સાીબત કર્યુ કે રાષ્ટ્ર ઉપર આવેલા લોકતાંત્રિક અથવા ભૌગોલિક સંકટોના સમય એક સાથે મળીને દેશ અને સમાજની રક્ષા માટે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. કટોકટી વિરુઘ્ધનો સફળ સંઘર્ષ અને પ્રાકૃતિક મુશ્કેલીઓના સમયે સમાજસેવાના માઘ્યમથી આ સિઘ્ધ થયેલ.
સંઘના ચતુર્થ સરસંઘચાલક પ્રો. રાજેન્દ્રસિંહ જેઓને ગામના વડીલો વૃઘ્ધો અને સગાસંબંધીઓ રાજ તરીકે સબધોતા અને સંઘમાં રાજુભૈયાના નામે લોકપ્રિય થયા. અલ્હાબાદ વિશ્વ વિઘાલયમાં સફળ સંઘર્ષ ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર અને પરમાણુ ભૌતિકની સુવિખ્યાત વિદ્વાન હતા. અત્યંત કઠિત પરિસ્થિતિમાં પણ શાંત અને સૌમ્ય અને સંતુલનનો ઋષિતુલ્ય વ્યવહાર તેમની પોતાની સ્વભાવગત વિશિષ્ટતા હતી.
પાંચમાં સરસંઘચાલક કુપ સી. સુદર્શનજી કે જેઓના જન્મ ૧૮ જુન ૧૯૩૧ ના રોજ મઘ્ય પ્રદેશના રાધપુર શહેરમાં થયો. નાનપણથી જ મેધાવી એવા સુદર્શનજી ટેલી કોમ્યુનિકેશનમાં એન્જીયરીંગની પદવી ધરાવે છે. ભર યુવા વયે ર૩માં વર્ષે ૧૯૫૪ ની સાલમાં તેઓ સંઘના પ્રચારક તરીકે નીકળ્યા સુદર્શનજી સંઘ કાર્યના વિસ્તાર માટે સતત પ્રવાસ કરતા રહ્યા.
છઠ્ઠા સરસંઘચાલક મોહનજી ભાગવતને જન્મ ૧૧ સપ્ટેમ્બર ૧૯૫૦ ના દિવસે મહારાષ્ટ્રના વિદર્ભના ચંદ્રપુર ગામમાં થયો તેમના પિતા મા. મધુકરરાવજી ભાગવત ૧૯૪૪ ગામોમાં સંઘ કાર્યની શાખાની જાળ પાથરી હતી. મોહનરાવ ભાગવતે પંજાબ રાવ કૃષિ શિશુવયથી જ મોહનજી સંઘની શાખામાં જવા લાગ્યા.