વહેલી સવારે ભુકંપના તીવ્ર આંચકાથી ઓસ્ટ્રેલિયા ખંડના ટાપુ પપુઆ ન્યુ ગયાનામાં અફરાતફરીનો માહોલ: બિલ્ડીંગો ધરાશાયી
ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. જેના પગલે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો ત્યારે આજે વહેલી સવારે ઓસ્ટ્રેલિયા ખંડના ટાપુ પપુઆ ન્યુ ગયાનામાં પણ ૭.૫ તીવ્રતાના ભુકંપના આંચકા આવ્યા હતા. જોકે, સુનામીની ચેતવણી નકારાઈ છે.
ઓસ્ટ્રેલિયા ખંડના પપુઆ ન્યુ ગયાના ટાપુમાં ભુકંપના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એંગામાં પોર્જેરાથી ૯૦ કિલોમીટર (૫૫ માઈલ) દુર ભુકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. અમેરિકાના ભુકંપશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ૩૫ કિલોમીટરની ઈંડાઈએ એંગા નજીક ભુકંપનું કેન્દ્ર શોંધાયું છે.
યુએસજીએસે જણાવ્યું છે કે, તીવ્ર ભુકંપના આંચકાથી સુનામીની ચેતવણી અપાઈ હતી પરંતુ હાલ આ ચેતવણી નકારાઈ છે. જોકે, બિલ્ડીંગ, ઈમારતો ઘસી પડતા ઘણુ નુકસાન નીવડયું છે. જેની મોટી અસર એપાર્ટમેન્ટ અને ભુકંપના કેન્દ્રબિંદુના નજીકના વિસ્તારમાં થઈ છે. જણાવી દઈએ કે, પપુઆ ન્યુ ગયાનામાં ભુકંપ અવાર-નવાર આવે છે. રીંગ ઓફ ફાયર પર આ ટાપુ સ્થિત હોવાથી અવાર-નવાર ભુકંપના આંચકા અનુભવાય છે. ટેકટોનીક પ્લેટોની વચ્ચેના ઘર્ષણ અને આપસમાં ટકારવવાથી અહીં ભુકંપની શકયતા વધુ રહે છે.