સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૪૮માં નગનાટ યુવક મહોત્સવનો પ્રારંભ
યુવક મહોત્સવ સાથે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ૧૦ હજાર વિર્ધાથીઓને ૧ હજાર રૂપિયા ટોકન દરે ૪G ટેબ્લેટનું વિતરણ કરાયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એ ગ્રેડ પ્રાપ્ત કરે: શીક્ષણમંત્રી ચુડાસમા
સાહીત્યકાર ભીખુદાન ગઢવી, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા અને લોકગાયક બિહારી હેમુ ગઢવી હાજર રહ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે ૪૮ માં નગનાટ યુવક મહોત્સવનો મુખ્યમંત્રીનાં હસ્તે પ્રારંભ થયો હતો. ગાંધી થીમ પર યોજનારા યુવક મહોત્સવમાં ૩૨૦૦ સ્પર્ધકો જુદી – જુદી ૩૩ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. દરમ્યાન ૧૦૦૦૦ વિર્દ્યાથીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ વખતે યુવક મહોત્સવમાં સ્પર્ધકોને અન્યાય ન થાય તે માટે સ્પર્ધા મુજબ એક્સપર્ટ નિર્ણયકો મૂકવામાં આવ્યા છે.યુનિવર્સિટી કેમ્પસમાં સોમવારે સવારે ૧૦:૩૬ કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આગમન થયું હતું. ’યૌવનનો ઉમંગ, પ્રતિભાનું પ્રાગટ્ય, કલાની અભિવ્યક્તિ ને આકાશે વિંઝાતી પાંખ’ એ જ નગનાટ યુવક મહોત્સવને મુખ્યમંત્રીએ ખુલો મુક્યો ત્યારે કંસાગરા કોલેજની ૪૦ વિર્દ્યાથીનિઓઆ ગરબા રમી તેમનું સ્વાગત કર્યું હતું.આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છાત્રશક્તિ એ જ રાષ્ટ્રશક્તિ બને તેવો નીર્ધાર કર્યો હતો. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના મારફત રાજ્યના ૫૩ હજાર યુવાનોને અલગ અલગ કંપનીમાં નોકરી મળી હોવાની વાત કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિર્ધાથી એવા મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના કોલેજકાળ દરમીયનની યાદો પણ વાગોળી હતી. તેમને કહ્યું કે હું ભણતો ત્યારે રાજ્યમાં માત્ર ૮ યુનિવર્સિટી હતી આજે અમારી સરકારે ૬૦ યુનિવર્સિટીનું નિર્માણ કર્યું છે. સૌરાષ્ટ્રમાંથી અનેક સંતો, રાજકીય નેતાઓ અને રમતવીરોએ રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે ત્યારે યુવક મહોત્સવ કી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવાનો પણ અલગ અલગ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે નામના મેળવે તેવી શુભેચ્છા પાઠવું છું.
શીક્ષણમંત્રી ચુડાસમાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમયી ખાલી પડેલી કાયમી કુલપતિની નિમણુંક ક્યારે થશે તે અંગે પૂછતાં તેમને જણાવ્યું હતું કે ટુક જ સમયમાં કુલપતિની નિમણુંક થઈ જશે તેવો જવાબ આપ્યો હતો. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખા સાગઠિયા, કલેકટર ડો.રાહુલ ગુપ્તા, મ્યુ.કમિશનર, પો.કમિશનર અને મેયર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ દિવસે સાહિત્ય વિભાગમાં પાદપૂર્તિ, વકતૃત્વ, ક્વિઝ, કલા વિભાગમાં હસ્તકલા હોબી, તત્કાલ છબીકલા, સર્જનાત્મક કરિગીરી અને સાંસ્કૃતિક વિભાગમાં પ્રાચીન રાસ, સમૂહ લોકવાદ્ય સંગીત, લોકગીત, હળવું કંઠય સંગીત અને સમૂહ નૃત્યની સ્પર્ધા યોજાશે. સિન્ડિકેટ સભ્યો ડો.મેહુલ રૂપાણી, ડો.ભાવિન કોઠારી, ડો.ગિરીશ ભિમાણી, ડો.પ્રતાપસિંહ ચૌહાણ, ડો.નેહલ શુક્લ, ડો.વિજય દેસાણી, ડો.વિજય પટેલ, ડો.પ્રવિણસિંહ ચૌહાણ, ડો.ધરમ કાંબલીયા, હરદેવસિંહ જાડેજા, ડો.ભરત રામાનુજ, ભરત વેકરીયા, ડો.અનિરુધ્ધસિંહ પઢિયાર, ડો.પ્રફુલાબેન રાવલ અને ડો.વિમલ પરમારની સાથે શારીરિક શિક્ષણ નિયામક દિપક રાવલ અને તેમની ટિમ યુવક મહોત્સવને લઈને જહેમત ઉઠાવી રહ્યા છે.
વિર્દ્યાથીઓ કલાકો સુધી કતારમાં, સત્તાધીશો મસ્ત યુવક મહોત્સવમાં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે એક તરફ યુવક મહોત્સવનો નગનાટ જોવા મળી રહ્યો હતો તો બીજી તરફ માર્કશીટ વેરિફિકેશન માટે અકસ્ટર્નલના વિર્દ્યાથીઓ કલાકો સુધી કતારમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. પરીક્ષા વિભાગનો સ્ટાફ ઈ ટેબ્લેટ વિતરણમાં રોકાયેલો હોવાી એક પણ બારી બપોરે ૧૧ થી ૧ વાગ્યા સુધી ખુલી ન હતી. વલસાડ સહીતના દૂરના શહેર અને ગામડેથી આવેલા ૨૦૦થી વધુ વિર્દ્યાથીઓ કતારમાં ઉભા હતા પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોને જાણે સતાનો નસો ચડી ગયો હોય તેમ હેરાન તથા વિર્દ્યાથીઓ દેખાયા ન હતા.
અબતકે વિર્દ્યાથીઓની સમસ્યાની જાણ કાર્યકરી કુલપતિ ડો.નિલાંબારીબેન દવેને કરતા પરીક્ષા વિભાગ સફાળું જાગી ગયું હતું અને તુરંત જ બારી ખોલવા માટે આદેશ આપી દેવામાં આવ્યો હતો.
રૂ.૧૨ હજારની કિંમતના ટેબ્લેટ રૂ.૧ હજારના ટોકનદરે અપાયા: અંજુ શર્મા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક મહોત્સવની સાથે વિર્દ્યાથીઓને નમો ઈ ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું કે રૂ.૧૨ હજારની કિંમતના ૪લ ટેબ્લેટ સરકારને રૂ.૬ હજારથી વધુની કિંમતમાં પડે છે તે ટેબ્લેટ વિર્દ્યાથીઓને રૂ.૧ હજારના ટોકનદરે આપવામાં આવ્યા છે. દરેક કોલેજદીઠ એક વિર્ધાથી પ્રતિકાત્મકરૂપે ટેબ્લેટ લેવા માટે આવ્યા છે.યુનિવર્સિટી સલગ્નન કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા ૧૦ હજાર વિર્દ્યાથીઓને પ્રાથમીક તબક્કે ટેબ્લેટનું વિતરણ થશે જેમાં ૨લબ રેમ, ૧૬લબ સ્ટોરેજ મેમરી, ડ્યુઅલ સીમ, ૫ મેગાપિક્સેલ અને ૨ મેગાપિક્સેલ ફ્રન્ટ કેમેરો અને એન્ડ્રોઇડ ૭ ઓપરેટીંગ સિસ્ટમની સુવિધા આપવામાં આવી છે.