પ્રલયનાં કારણે ૩૨૫ કરોડ મેટ્રીક ટનના પદાર્થ વાતાવરણમાં ફરી વળ્યા
પૃથ્વી પર મહાકાય ડાયનોસોરા ના વસવાટ અને તેની જીવનશૈલીના અભ્યાસનો અઘ્યાય કાયમી ધોરણે બાળકોથી વૃઘ્ધો સુધીના લોકો અને જીવ વિજ્ઞાનીઓ માટે ડાયનાસોરનો અભ્યાસ કાયમ રોચક રહ્યો છે. તેમાં પણ જુરાસિક પાર્ક જેવી ફિલ્મોએ બાળકોથી લઇ વૃઘ્ધો સુધી ડાયનાસોરનો અભ્યાસ જીજ્ઞાસાનો વિષય બનાવી દીધો છે. કરોડો વર્ષ પહેલા દુનિયામાં મહાલતાં ડાયનાસોરાના ઇંડા અને કંકાલના અવશોષો તેની વિરાદતા અને જીનવ શૈલીના અણસાર આપે છે સાડા છ કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર મહાલતા આ મહાકાય જીવનો ખાતમો પૃથ્વી સાથે ટકરાયેલી ઉલકાથી એક હજાર અણુ સાથે ટકરાયેલી ઉલકાથી એક હજાર અણુ બોમ્બ વિસ્ફોટ જેટલી ભયંકર ઉર્જા અને સર્જાયેલી એનામીને કારણે પૃથ્વી પરથી ડાયનાસોરનો ખાતમો થયો હોવાનો બહાર આવ્યું છે.
નેશનલ એકેડેમી ઓફ સાયન્સના જનરલમાં પ્રશાશિત લેખમાં જણાવાયું હતું પૃથ્વી પર થયેલી ઉલકાની ટકકરમાં ર૪ કલાકમાં જ સેંકડો ફુટના પર્વતો સર્જાઇ ગયા હતા. વિજ્ઞાનીકોના મત મુજબ આ પ્રલય મેકસિકોના યુકો ટીનથી શરુ થયું હશે. અને ઉઠેલી સુનામી એ ત્યાર પછી ઉભી કરેલી સ્થિતિ અને સુર્યપ્રકાશના વાતાવરણને અવરોધતા ધુંવાડાઓ ને કારણે એકા એક પૃથ્વીનું વાતાવરણ ઠરી જતા ડાયનાસોરના મૃત્યુ થયા હોવ જોઇએ.
ટેકસાસ યુનિવર્સિટીએ ઉલકાના ખડકો અને સુનામીના પાણીની વળતી દિશાના અભ્યામાં જાણવા મળ્યું છે કે ઉલ્કાની ટકકર બાદ સુનામીના કારણે પૃથ્વી પર ફરી વળેલા દરિયાના પાણી સાથે ઉલકાનું કાટમાળ સુનામી સાથે પૃથ્વી પર ફરી વળ્યું હતું. અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે સવા ચારસો ફુટ વિશાળ કાય પહાડ જેવા ઉલકાથી ડોન દ્રવ્યનો જથ્થો એક જ દિવસમાં ખડકાયો ગયો હોવો જોઇએ. આ અભ્યાસના મુખ્ય સંશોધક સીનગ્લીકે કહ્યું છે કે ઉલ્કા પીંડોના અવશેષોના પૃથ્થકરણથી તેની અસર પૃથ્વીનું હિમયુગ અને અસ્મીઓના અભ્યાસથી જાણવા મળ્યું છે કે ભારે ઉલ્કા બાદ પ્રથમ પૃથ્વીનું વાતાવરણ એકદમ ગરમ થઇ ગયું હોવું જોઇએ અને ત્યારબાદ ઉભી થયેલી સુનામી અને પૃથ્વી પર ધુમ્મસ છવાઇ જતા હિમ યુગ ની અરસ વચ્ચે ડાયનાસોર જેવા જીવો નાશ પામ્યા હશે. આ ઘટનાથી વાતાવરણમાં ૩૨૫ બીલીયન મેટ્રિક ટનનો કાટમાળ વાતાવરણમાં પ્રસરી જતા બદલાયેલા વાતાવરણને કારણે ડાયનાસોર સહીતની ૭૫ ટકા જીવન સૃષ્ટિનો નાશ થયો હશે. અંધાર પટ અને હિમયુગ જેવી પરિસ્થિતિ ઘણા વર્ષો સુધી રહી હતી. અન્ય એક મહત્વની બાબત એ ઘ્યાને આવી છે કે આ ઉલકામાં પોલી એરોમેટિક હાઇડ્રો કાર્બનને કારણે ભયંકર દાવાનળ સર્જાયો હતો. અભ્યાસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ઉકા પાપ બાદ અંધાર પટ અને સુનામીના કારણે આખી દુનિયામાં ઉલકાના પદાર્થો ફુેલાઇ ગયા હતા અને ડાયનારોનો નાશ થયો છે.