- જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા શહેરમાં ડ્રાઇવ કરી બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી છોડાવી રેન બસેરામાં અપાવ્યો આશ્રય
બાળકને ભગવાનનું રૂપ માનવામાં આવે છે અને દરેક મા બાપ અને પરિવારજનો પોતાના સંતાનને ભણાવી ગણાવીને પગભર કરવામાં પોતાનો ધર્મ માને છે પરંતુ માનવ સમાજ માટે સૌથી ભયંકર પીળાદાયક સ્થિતિનું સર્જન કરનાર” ગરીબી” ક્યારેક ક્યારેક મા બાપની બાળકો પ્રત્યેની સંવેદનાને મજબૂરીમાં લપેટીને સળગાવી નાખે છે અને પરિવારજ પોતાના સંતાનોને રમવા ભમવા ભણવાના દિવસોમાં કામના વેતરાળને ભિક્ષાવૃત્તિ કરાવવા મજબૂર બની જાય છે. ત્યારે સરકાર દ્વારા સમાજના આવા કમ નસીબ બાળમજૂરો અને ભિક્ષાવૃત્તિ કરનાર માનવ પુષ્પો ની જિંદગી ફરીથી પાટે ચલાવવા માટેના પ્રયાસો થાય છે. જે અંતર્ગત સૌરાષ્ટ્રના પાટનગર મ વહીવટીતંત્ર દ્વારા શહેરમાં બાળ મજૂરો અને બાળ ભિક્ષકો ને શોધી કાઢવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે
રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, બાળ સુરક્ષા વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને એન્ટીહ્યુમન ડ્રાફિ્ંટગ સેલ સંયુક્ત ઉપક્રમે કલેકટરના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર ઘરવિહોણા લોકો, બહારથી આવેલા લોકો પરચુરણ વ્યવસાય કરતા હોય અને તેમના બાળકોને ભિક્ષાવૃત્તિ કરાવતા હોવાની હકીકતના પગલે ડ્રાઈવમાં આવા બાળકોને શોધી પ્રથમ તો ઉનાળાની ગરમીથી રક્ષણ આપવા માટે રેનબસેરા,બાળગૃહ અને ભિક્ષુકગૃહની અંદર આશ્રય આપવામાં આવ્યો હતો.
આ ડ્રાઈવમાં ઘરવિહોણા ગરીબ લોકો પોતાના ભણવાની ઉંમરના બાળકો પાસે મજૂરી અને ભિક્ષાવૃત્તિ કરાવતા હોવા ત્યાં હકીકતના પગલે આવા બાળકોને શોધીને તેમને બાળમજૂરી અને ભિક્ષાવૃત્તિ માંથી મુક્તિ આપાવવામાં આવી છે ડ્રાઈવમાં કુલ નવ લોકોને આશ્રય આપવામાં આવેલ જેમાં ત્રણ પુરુષ, ત્રણ મહિલા, ત્રણ બાળકો અને બે અન્ય લોકો નો સમાવેશ થયો છે આ તમામ લોકોને રેનબસેરામા આશ્રય આપવામાં આવેલ છે
આ ડ્રાઈવ દરમિયાન તંત્રએ શોધેલા લોકોમાંથી કોઈપણ વ્યસનની કે નશાકારક દ્રવ્યનું સેવન કર્યું હોય તેવું માલુમ થયું નથી આ લોકો ને. એન્ટી હ્યુમન ડ્રાફિ્ંટગ સેલ દ્વારા તેમનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. અગાઉ આરએમસી સાથે રહીને ડ્રાઇવ કરવામાં આવી હતી. બાળકોનું કાઉન્સેલિંગ અને ઇન્કવાયરી કરી વાલીઓને સંતાનો પાસે મજૂરી ન કરાવી ભિક્ષાવૃત્તિ ન કરી ભણાવવા માટે સમજાવવામાં આવી રહ્યા છે અને તેમાં ઘણા સારા પરિણામો પણ મળ્યા છે વાલીઓને સમજાવવામાં આવે છે કે બાળકોને બાળગૃહમાં રાખે અને બાળકોને 18 વર્ષ સુધી શિક્ષણ આપવામાં આવે છે.
એક દીકરી અભ્યાસ કરવા માટે રાજી થઈ છે અને તેને બાળગૃહમાં રાખવામાં આવી છે. સરકાર,સંગઠન અને સમાજને સાથે રાખી રાજકોટને ભિક્ષાવૃત્તિ નાબૂદ કરવા તરફ જે પ્રયાસો થઈ રહ્યા છે તેમાં જોલાવા લોકોને અપીલ કરવામાં આવી છે બાળકો પાસે બાળમજૂરી અને ભિક્ષા ન કરાવી તેમને પગભર કરવા માટે ભણાવવા માટેની સમજણ આપવામાં આવી છે રાજકોટમાંથી મળી આવેલી એક દીકરી ભણીને પગભર થવા માટે પ્રતિબધ બની છે આ દીકરી અને તેના પરિવારજનોને વહીવટી તંત્રએ અભિનંદન આપ્યા હતા વહીવટી તંત્ર દ્વારા તેમના પરિવારને ભિક્ષાવૃત્તિના બદલે રોજગારી માટેની કીટો આપી સ્વમાન ભેર જીવન જીવવા પ્રોત્સાહિત કર્યા હતા