રણમાં અગરિયા ભુલકાઓ માટેની તંબુશાળાના ટેન્ટ વાવાઝોડાના પગલે ફાટી જતા રણમાં 44 ડીગ્રીમાં ખુલ્લામાં ભણતા અગરિયા ભુલકાઓના દિવ્યભાસ્કરના અહેવાલ બાદ ખુદ હાઇકોર્ટે એની નોંધ લઇ સુઓમોટો દાખલ કરી હતી.
જેના પગલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છના રણમાં કુલ 35 રણ બસશાળા મંજૂર કરાઇ હતી. જેમાંથી 20 રણ બસશાળા તો એકમાત્ર ખારાઘોડા રણમાં જ મંજૂર કરાઇ છે. જેમાંથી 6 રણ તંબુશાળા ગાંધીનગરથી આજે ખારાઘોડા લવાઇ હતી.
સર્વ શિક્ષા અભિયાન દ્વારા છેલ્લા 20-25 વર્ષથી રણમાં અગરિયા ભુલકાઓને તંબુશાળામાં જ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતુ હતુ. આ વર્ષે રણમાં મીઠું પકવતા અગરિયા ભુલકાઓને બસશાળામાં શિક્ષણ આપવામાં આવશે આથી રણ તંબુશાળા હવે ભૂતકાળ બનશે.