ખાસ મરામત યોજના હેઠળ ૧૫૦ લાખોના કામો મંજુર કરાયા (મહેન્દ્ર કકકડ)દ્વારકા
રાજયના મા.અને મ.વિભાગના મંત્રી તેમજરાજયના ઉપમુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા આ સાથે સુવિધા પથ યોજના અંતર્ગત કલ્યાણપુર તાલુકામાં નાવદ્રા એપ્રોચ રોડથી સ્ટેટ હાઈવે જોડાણ માટે વીસ લાખ, દુધીયા એપ્રોચ રોડથી સાની ડેમ સુધીના રોડ માટે ૧૦ લાખ, પ્રેમસર એપ્રોચ રોડથી સ્ટેટ હાઈવે સુધીના રોડ માટે ૩૦ લાખ તેમજ સ્ટેટ હાઈવેથીહનુમાનગઢ (કેનેડી) રોડ માટે રૂપિયા ૪૦ લાખ મળી વધારાનાકુલ ૧૦૦ લાખના કામો પણ મંજુર કરાયા છે.
કલ્યાણપુર તાલુકામાં જામપર ચપ્પર રોડ વચ્ચેના સીસી રોડ માટે પચાસ લાખ,સણોસરા દેવળીયા વચ્ચેના સીસીરોડ રીસર્ફેસીંગ માટે ૭૦ લાખ તેમજ નાવદ્રાથીનાવદ્રા બંદર વચ્ચેના રોડના રીસર્ફેસીંગ માટે ૩૦ લાખ મળી ખાસ મરામત યોજના હેઠળ વધારાના૧૫૦ લાખના કામો પણ મંજુર કરાયા છે.