પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ, રાજેન્દ્રસિંહ જાડેજાની મહેનત રંગ લાવી
ગોંડલ અગ્રણી અને ઉદ્યોગપતિ નરશીભાઈ બાલધા દ્વારા શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા ને ફોનમાં જણાવ્યું કે નેશનલ હાઈવે પર મુંબઈનો કોઈ પરિવારને પોતાના વતન તરફ જવું છે અને ખૂબ જ મુસીબતમાં છે. તાત્કાલિક રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા સ્થળ પર પરિવારની મુલાકાત લઇ જાણવા મળ્યું કે મુંબઇથી પોતાના વતન તરફ નિયમ મુજબની મંજૂરી લઈ ગુજરાતમાં એક બસ આવેલ હતા. હાઇવે પર તમામ હોટલો પણ બંધ હોય અને પાણીથી લઈને શોચલાય જીવન જરૂરિયાતની વ્યવસ્થા પણ ન હોય પરિવારની પરિસ્થિતિ કફોડી બની હતી.
ગોંડલના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા પરિવારની ટેલિફોનિક સંપૂર્ણ માહિતી આપતાં પોતે પણ સહાનુભૂતિ દર્શાવી હતી સાથે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.
મુંબઈના મુસાફરોની વાત સાંભળી ટેક્સીવાળા પણ ગભરાતા હતા ત્યારે મુસ્લિમ યુવક અજીત દોઢીયા દ્વારા મુસાફરોને પહોંચાડવાની જવાબદારી સ્વીકારી હતી.
માત્ર એક કલાક અને વિસ મિનિટમાં જ પ્રાંત અધિકારી શ્રી રાજેશકુમાર આલની મહેનત રંગ લાવી અને જિલ્લા કલેકટરે પરિવારને પોતાના વતન તરફ જવાની તાત્કાલિક મંજૂરી આપી. મનસુખભાઈ પટેલ (ગુણાતીત નગર) દ્વારા પોતાના ઘરેથી ભોજન તૈયાર કરાવી સવારથી ભૂખ્યા પરિવાર ને ભાવપૂર્વક જમાડયા હતા. ગોંડલથી વિદાય વેળાએ રાઠોડ પરિવારે અધિકારી, પદાધિકારી અને અગ્રણીઓનો તથા અજાણ્યાને પણ ગોંડલ ગામ મદદ કરે છે તે બદલ સૌનો આભાર માન્યો હતો.