યાત્રા કઈ રીતે વધારે સુંદર બનાવી શકાય જે અંગે બેઠક મળી
દેશની એકતા અને અખંડીતતાના શિલ્પી ગુજરાતના એક પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી મોટી પ્રતિમાના નિર્માણ સેવેલુ સોણલુ સાકાર થયું છે. ગુજરાતના કેવડીયા નજીક સાધુ બેટથી સરદાર સાહેબને એકતા અને અખંડિતતાનો સંદેશ દુનિયાભરમાં ફેલાશે ત્યારે સમગ્ર રાજયમાં એકતા રથયાત્રા નીકળનાર છે.
ત્યારે તેને અનુસંધાનમાં સુરેન્દ્રનગર ખાતે તા.૨૦ના રોજ એકતા રથયાત્રાનું મેડિકલ હોલથી પ્રસ્થાન થશે તેની જીલ્લા ભાજપ દ્વારા મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં ૨૦ તારીખ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે એકતાયાત્રા પ્રસ્થાન કરાશે જેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી નિતીન ભારદ્વાજ, સાંસદ દેવજીભાઈ ફતેપુરા, ભાજપ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ પટેલ, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ રાજયસભા સાંસદ શંકરભાઈ વેગડ, કિરીટસિંહ રાણા, મુગેશ રાઠોડ, અનિરુઘ્ધસિંહ પઢીયાર, જગદીશ મકવાણા, ભાનુબેન બાવરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રા કઈ રીતે વધારે સુંદર બનાવી શકાય તેની ચર્ચા કરી હતી.