રૂપિયો એક એવી વસ્તુ છે કે જેના માટે માણસ ગમે તે કરી શકે. હાલમાં તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક માણસ રૂપિયા માટે સબંધોની હદ વટાવે છે, જયારે સામેની તરફ પોતાના છોકરાનું ઘર બાંધવા પરિવાર આંખ આડા કાન કરી ઘર સંસાર ગોઠવે છે.
લગ્ન માટે 300થી વધુ છોકરીઓ ખરીદી ચૂકેલા એક વ્યક્તિએ તેની પુત્રવધૂનો 80,000 રૂપિયામાં સોદો કર્યો હતો. ગુજરાતના આઠ લોકોએ સાથે આ ડીલ થઈ હતી. ડીલ થયા બાદ રૂપિયા પણ અપાય ગયા હતા. પોલીસે યુવતીને ખરીદનારા ગુજરાતના આઠ લોકોની ધરપકડ કરી હતી. તેમની સામે માનવ તસ્કરીની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આખરે યુવતીને તેના પતિને પાછી સોંપવામાં આવી છે.
ASP અવધેશસિંહે જણાવ્યું હતું કે, ‘શનિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ એક યુવકે પોલીસને બોલાવી કહ્યું હતું કે, ‘તેની પત્નીને તેના પિતાએ 80,000માં ગુજરાતના લોકોને વેચી દીધી છે.’ યુવતીના પતિની બાતમી પર પોલીસે બારાબંકી રેલ્વે સ્ટેશન પરથી યુવતીને બચાવી અને તેને ખરીદી લઈ જતા આઠ લોકોની ધરપકડ કરી હતી. અમદાવાદના ઉમેડા પોલીસ મથકના આદેવ આદિનાથ નગરના સાહિલ પંચા, પપ્પુ ભાઈ શર્મા, અપુરવા પંચા, ગીતા બેન, નીતા બેન, શિલ્પા બેન, રાકેશ અને અજય ભાઈ પંચાની ધરપકડ કરવામાં આવી હતી.
પુત્રએ સોશ્યિલ એપ પરથી અસમની યુવતી સાથે દોસ્તી કરી લગ્ન કર્યા હતા
સમગ્ર મામલો રામનગર પોલીસ ક્ષેત્રના મલ્લાપુર ગામનો છે. મલ્લાપુરમાં રહેવા વારા ચન્દ્રરામ વર્માનો પુત્ર પ્રિન્સ વર્મા ગાઝિયાબાદમાં ટેક્સી ચલાવે છે. પાંચ વર્ષ પેલા તેની દોસ્તી એક એપ્લિકેશનથી અસમની એક છોકરી સાથે થઈ હતી. ત્રણ વર્ષ બાદ બંનેએ લખનઉના એક મંદિરમાં લગ્ન કર્યા હતા. તેના પછી તેની પત્નીને લઈ ગાજિયાબાદ નીકળી ગયો હતો.
પુત્રવધૂને વેચવાનું કાવતરું ઘડ્યું
પૂછપરછ દરમિયાન ખબર પડી કે આ ગામમાં રહેતો રામુ ગૌતમ લોકડાઉનમાં અમદાવાદથી ઘરે આવ્યો હતો. ત્યારબાદ પ્રિન્સના પિતા ચંદ્રરામ વર્માને અમદાવાદના સાથી સાહિલ પંચા વિશે જણાવ્યું હતું કે, ‘તેના લગ્ન નથી થઈ રહ્યા, જો લગ્ન થઈ જાય તો તમને મોટી રકમ મળશે. તેના પર ચંદ્રરામ વર્માએ તેમની પુત્રવધૂને વેચવાની વાત કરી હતી. ષડયંત્ર અંતર્ગત પુત્રવધૂને જૂઠાણું બોલીને તબિયત લથડતા હોવાના બહાને ગાઝિયાબાદથી બોલાવવામાં આવી હતી.
ગુજરાતથી આવેલા લોકો સાથે નક્કી કર્યું
4 જૂને પુત્રવધૂ મલ્લાપુર સસરા પાસે આવી ગઈ. પછી પિતાએ કોઈને ભનક ના લાગે તેમ પુત્રવધુનો સોદો કરી નાખ્યો. તેમાં 60,000 રોકડા અને 20,000 પુત્રના ખાતામાં જમા કરાવ્યા હતા. આ દરમિયાન, મહિલાનો પતિ 5 જૂને મલ્લાપુર આવ્યો હતો. દીકરાને ખબર ના પડે તેમ યુવતીના સસરાએ ગુજરાતના લોકો સાથે તેમની પુત્રવધૂને મોકલી દીધી.