સામાજિક કાર્યકર દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત : આવાસ યોજનાના ફોર્મ વિતરણમાં સગાવાદ ચાલતો હોવાની રાવ
મોરબીમા આવેલ ઝૂલતો પુલ જર્જરિત થઈ ગયો હોવાથી અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે આ બાબતે એક સામાજિક કાર્યકરે જિલ્લા કલેકટરને રજુઆત કરીને ઝૂલતા પુલનું રીનોવેશન કરવાની માંગ કરી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવેએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે મોરબી શહેરની વચ્ચે મચ્છુ નદી પર રાજવી પરિવારે બંધાવેલ ઝૂલતો પુલ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. હાલ આ ઝૂલતો પુલ જર્જરિત હાલતમાં છે. તેના પાટિયા તૂટી ગયેલ હાલતમાં તથા નબળી હાલતમાં છે.
ઝૂલતો પુલ જર્જરિત હાલતમાં હોવાથી અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક ઝૂલતા પુલનું રીનોવેશન કરાવવામાં આવે તેવી માંગ છે. આ સાથે રાજુભાઇ દવેએ કલેકટરને અન્ય એક મુદે પણ રજુઆત કરી હતી. તેઓએ જણાવ્યું કે નગરપાલિકા દ્વારા હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના ના ફોર્મનું વિતરણ ચાલુ છે. જેમાં સગાવાદ અને લાગવગ ચાલતી હોવાથી સાચા લાભાર્થીઓ વંચિત રહી જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.