રાજકોટ તાલુકામાં ઓછા વરસાદથી પાક નિષ્ફળ ગયો હોય અને ધાસચારાની સમસ્યા ઉદભવી હોય ત્યારે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા રાજકોટ તાલુકા ખેડુત મંડળી કલેકટરને આવેદન આપી યોગ્ય કરવા રજુઆત કરી છે.
રાજકોટ તાલુકામાં વર્ષ ૨૦૧૮-૧૯ માં ખુબજ ઓછા પ્રમાણમાં વરસાદ થયેલ જેના કારણે ખેડુતોના પાક સદંતર નિષ્ફળ ગયેલ છે. જેના કારણે ખેડુતોનું વાવેતર માલ ઢોર માટે ધાસચારો ની સમસ્યા થયેલછે. જેથી રાજકોટ તાલુકાને તાત્કાલીક અછત ગ્રસ્ત જાહેર થાય તેમજ ખેડુતોને ૧૦૦ ટકા પાક વિમો મળે તેવી તાલુકા ખેડુત મંડળે કલેકટરને લેખીત રજુઆત કરી છે.
જે અમુક નદી કાંઠાના વિસ્તારમાં પિયત થયેલ હોઇ તેવું વાવેતર વિસ્તારમાં જાણી જોઇને વિમા કંપની દ્વારા ક્રોપ કટીંગ ના નમુના લેવામાં આવેલ છે. તે સિવાય ના ૯૦ ટકા વિસ્તારમાં પાક સદંતર નિષ્ફળ ગયેલ હોય જે અંગે ખેડુતોને ભારે અન્યાય થયેલ હોય જેથી નવેસરથી ક્રોપ કટીંગના ગામ નકકી કરવા.
તાલુકામાં વરસાદ ઓછો પડવાથી પશુ પાલકોના પશુઓ માટે ઘાસચારાની મોટી સમસ્યા હોઇ તાત્કાલીક ટોકન દરે ઘાસ મળી રહે તે માટે વિતરણ કેન્દ્રો શરુ કરવા પશુ પાલકોની માંગ છે.
પીવાના પાણીની પણ ભારે હાલાકી પડેલ છે. નર્મદાનું પાણી પુરતા જથ્થામાં આવતું ના હોય તે પાણીનો જથ્થો વધારી પીવાના પાણીની સમસ્યા હલ કરવી છેવાડાના ગામમાં જયા પાણી પહોચતું ના હોય ત્યાં પાણીના ટેન્કર શરુ કરવા દરેક ગામના સરપંચોની માંગ છે.
આગામી દિવસોમાં ગુજરાત સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાના હોય તે માટે ખેડુતો પાસેથી વાવેતર માટેના દાખલાની જરુરીયાત હોય આ અંગે પંચાયત તલાગી મંત્રી તેમજ મહેસુલ મંત્રીની કામગીરી વચ્ચે વિવાદ હોય જે અંગે ખેડુતોને ભારે હાલાકી પડતી હોય જે માટે દાખલા કોન કાઢશે જે અંગે જવાબદારી નકકી કરવી.
વગેરે સમસ્યા અંગે રાજકોટ તાલુકાના સરપંચે તાલુકા પંચાયતના સદસ્યો તેમજ તાલુકાના વિભાગના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવે છે. અને પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા જણાવાયું છે.