રામનગર શેરી નં.૧ના લતાવાસીઓની અનેકવાર રજુઆત છતા કોઈ નકકર નિવારણ નહી
રાજકોટના રૈયારોડ પર રામનગર શેરી નં.૧ના લતાવાસીઓ અલગ અલગ પરિવારો તથા વેપારીઓ આશરે ૫૫ થી ૬૦ વર્ષેથી જે જાહેર માર્ગ આવેલ છે જે રસ્તો રૈયારોડ પરથી એરપોર્ટ રોડ ઉપર ટચ થઈ ડાબી બાજુએ આ વિસ્તારમાં આવે છે.આ રસ્તા ઉપર હનુમાન મઢી ચોકમાં આવેલ મંદિરવાળા બાવાજી પરિવારે કબજો કરવા બાંધકામની કાર્યવાહી કરે છે. જે બાંધકામ અટકાવવા લતાવાસીઓ ટીપી શાખા રાજકોટને અનેક વખત જાણ હોવા છતાં કોઈ નકકર કાર્યવાહી રાજકોટ મ્યુની. કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી નથી. વિસ્તારમાં ટીપી સ્ક્રીમ મુજબના રોડ રસ્તા ખૂલ્લા થતા નથી.લતાવાસીઓ દ્વારા આ અગાઉ પણ અનેક રજૂઆત કરી છે. જેની તમામ નકલો આ સાથે રજૂ કરેલ છે. તા. ૨૬-૮-૨૦૧૭થી સળંગ બે દિવસની રજાઓ હોય જેનો લાભ લઈ ફરીથી જાહેર રસ્તા ઉપર બાંધકામ કરી કબ્જો કરવા હનુમાન મઢી મંદિરના મહંતના બાવાજી પરિવારે પાયા ખોદવાનું કામ ચાલુ કરવામાં આવેલ જે બાબતે ઓનલાઈન ફરિયાદ પણ રજીસ્ટર કરાવી છે.હાલમાં મહંતના પરિવાર તથા લતાવાસીઓ વચ્ચે હલણ બાબતે કાયમી પ્રશ્ર્નનું નિકાલ કરવા કોર્પોરેશનમાં જે રોડ રસ્તા ટીપી સ્ક્રીમ મુંજબ ફાઈનલ થયેલ હોય તે મુજબ કાયમી ધોરણે ડામર રોડ બનાવડાવી એરપોર્ટ રોડ સુધી રામનગર શેરી નં.૧ ને જોડી આપતું ડામર રોડ બનાવી કાયમી પ્રકારનું નિરાકરણ કરવા રામનગનાં લતાવાસીઓએ મ્યુનિસિપલ કમિશ્નરને ઉગ્ર માંગ કરી છે.