વારંવાર સર્જાતી અકસ્માતની ઘટનાના પગલે એનએસયુઆઈ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન
નવા રીંગરોડ પર અકસ્માતનુ પ્રમાણ વધતુ જઈ રહ્યું છે. ત્યારે આ રોડ પર આવતી શાળા કોલેજો પાસે સીસીટીવી કેમેરા, પોલીસ બંદોબસ્ત અને સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ સાથે એનઅેસયુઆઈ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતુ.
આવેદનમાં જણાવાયું કે ૧૫૦ ફૂટ રીંગરોડ પર આવતી શાળા કોલેજો પાસે વિદ્યાર્થીઓની વધુ પડતી અવર જવર હોવાથી વારંવાર અકસ્માતો સર્જાય છે. છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પરના સ્થળોએ ૧૦થી વધુ ગંભીર અકસ્માતોમાં છેલ્લા બે જ મહિનામાં જ ૩ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થાય છે. જેમાંના એક આશાસ્પદ નિદોર્ષ વિદ્યાર્થીનું એક દિવસ અગાઉ જ અકસ્માતમાં મૃત્યુ થયેલ છે. જેના પરિવારજનોને સરકાર દ્વારા ૫ લાખ રૂપીયા આપવા વિદ્યાર્થી જગતમાં માંગણી ઉઠે છે.
તાત્કાલીક ધોરણેઆ સ્થળો પર મોટા સર્કલો, સ્પડ બ્રેકરો બનાવવા તેમજ સુરક્ષા રૂપે સીસીટીવી કેમેરા લગાવી ટ્રાફીક પોલીસનો બંદોબસ્ત ગોઠવવા આપશ્રીને નમ્ર વિનંતી.
જો આ સમસ્યાનો ઉકેલ તાત્કાલીક ધોરણે કરવામાં નહિ આવે તો એનએસયુઆઈ શાળા કોલેજના પ્રતિનિધિઓ સાથે મળી સ્વખર્ચે સમસ્યાનો ઉકેલ લાવશે તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
આ આવેદનમાં એનએસયુઆઈના પ્રદેશ ઉપપ્રમુખ સુરજ ડેર.જિલ્લા પ્રમુખ જયકિશન ઝાલા, જિલ્લા ઉપપ્રમુખ રોહિત રાજપુત, કરણ લાવડીયા, વિક્રમ બોરીચા, રવિ સિંધવ, કિરીટ ડોડીયા, ગૌતમભાઈ પટેલ, અભિ તલાટીયા, અફઝલ, જુણેજા, મિત પટેલ, માનવ સોલંકી, હર્ષ આશર, પારસ રાઠોડ, પરીન પટેલ સહિત કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા.