સોલ્ટ અને પેપરમોશન પિકચર્સ પ્રસ્તુત થ્રિલર ફિલ્મ દર્શકોને ઝકડી રાખશે: અભિનયમાં લોકપ્રિય કલાકાર મલ્હાર ઠાકર અને વ્યોમા નંદિએ પાત્રમાં જીવ રેડયો
છેલ્લો દિવસ ફિલ્મનાં વિકિડાના નવા ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે લોકોને કાંઈક અલગ પ્રકારની ફિલ્મ મારફત વધુ મનોરંજન આપવાના આશયથી વિકિડો એટલે કે મલ્હાર ઠાકર આગામી ૧૪ જુલાઈને શુક્રવારે ‘કેશ ઓન ડિલિવરી’ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મની મેઈન કાસ્ટ મલ્હાર ઠાકર, અને વ્યોમા નંદી સહિતના ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા.
મલ્હારે જણાવ્યું હતુ કે ગુજરાતી ફિલ્મ અત્યારે એક જ થીમ પર ચાલી રહી છે. માત્ર કોમેડી પર જ વધુ ધ્યાન આપવામાં આવે છે. ત્યારે કેશ ઓન ડીલીવરી થ્રિલર ફિલ્મ છે. જેમાં કોઈપણ ગીત નથી જેથીક તેની સ્ટોરી સ્ટેબલ રહેશે અને દર્શકો સંપૂર્ણ પણે જકડાઈને રહેશે વધુમાં ગુજરાતી મીડલ કલાસ ડિલીવરી બોયની આ સ્ટોરી છે.
મીડલ કલાસ વ્યકિત કોન્ફીડન્સની સાથે દરેક મુશ્કેલીનો સામનો કરે છે. તેવું દર્શાવવામાં આવ્યું છે.
સોલ્ટ એન પેપર મોશન પિકચર્સના સ્થાપકો વડોદરા શહેરના ખૂબજ જાણીતા બિઝનેસમેન છે. ફિલ્મના બિઝનેસ માટે અનિવાર્ય એવું સંપૂર્ણ ટેકનીકલ તથશ કમર્શિયલ અનુભવ સાથે આ પ્રોડકશન હાઉસનીક રચના કરવામા આવી છે. કેસ ઓન ડીલીવરી આ પ્રોડકશન હાઉસની પ્રથમ ગુજરાતી થ્રિલર મુવી છે.
કેશ ઓન ડીલીવરી એ એક મિડલ કલાસ ડીલીવરી મેન તરીકેની નોકરી કરતા સિધ્ધાર્થની વાર્તા છે. એક દિવસ ડીલીવરી દરમ્યાન સિધ્ધાર્થ ફસાઈ જાય છે. અને તેની લાઈફ આખક્ષ બદલાઈ જાય છે. એક તરફ સિધ્ધાર્થ જયા તેના સૂચન મુજબ કરી રહ્યો હોય છે. ત્યારે તેના ધ્યાનમાં આવે છે. તેની સાથે કશું અજુગતુ બની રહ્યું છે. સિધ્ધાર્થ તેની ગર્લફેન્ડ અદિતિની મદદથી પઝલ ઉકેલવાના પ્રયત્નો કરે છે. સિધ્ધાર્થની આજુબાજુ ચાલી રહેલી મુસીબતો અને ગડમથલોનો અંત લાવીને તે મુખ્ય ગુનેગર સુધી પહોચવાની તેની જર્નીમાં તેને ઘણા બધા વિશ્ર્વાસઘાત આઘાતજનક ખુલાસાઓ તથા પોલિટિકલ પ્રેશરનો ભોગ બનવું પડે છે.
કેશ ઓન ડિલિવરી એ સૌ પ્રથમ ગુજરાતી થ્રિલર ફિલ્મ છે. જેનું ૭૦%થી મોયાભાગનું શુટ રાત્રીનાં સમયે થયું છે. આ ફિલ્મમાં રહેલ રોમાંચ અને રહસ્ય પ્રેક્ષકોને છેક અંત સુધી જકડીને રાખશે.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સફળ અને અગ્રણી કલાકારોમાંના એક એવા મલ્હાર ઠાકરે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે તો તેમની સાથે મુખ્ય ભૂમિકામાં વ્યોમા નંદી જોવા મળશે આ સાથે આ ફિલ્મમાં અગત્યની ભૂમિકા વર્સેટાઈલ એકટર્સ દર્શન જરીવાલા અને અનંત દેસાઈ ભજવી રહ્યા છે.
ગુજરાત અને મુંબઈમાં આગામી ૧૪ જુલાઈના રોજ નજીકનાં સિનેમાઘરોમાં ફિલ્મ રીલીઝ થઈ રહી છે. ફિલમનું પ્રોડકશન: સોલ્ટ એન પેપર, ડિરેકશન સ્ટોરી: નીરજ જોશી,એસોસીએટ પ્રોડયુસર: ડો. વિજય શાહ, એકસઝીકયુટીવ પ્રોડયુસર: રાજેશ પટેલ, સિનેમેટોગ્રાફર: ગાર્ગેય ત્રિવેદી,મ્યુઝીક: પ્રકાશ અને વિરાજ અને સ્ક્રીન પ્લે, ડાયલોગ્સનિરજ જોશીએ આપ્યા છે.