પી.ડી.એમ. કોલેજ કેમ્પસ ખાતે આવેલ રાજકોટની પ્રખ્યાત પંચશીલ સ્કૂલ કે જે ગુજરાતી માઘ્યમની એકમાત્ર સ્વનિર્ભર એવી શાળા છે કે જેને બ્રિટીશ કાઉન્સીલના ‘કનેકટીંગ ક્લાસ‚મ’ પ્રોજેક્ટ હેઠળ સતત બે વખત ઇન્ટરનેશનલ સ્કૂલ એવોર્ડ (આઇએસએ) ૨૦૧૩-૨૦૧૬ તેમજ ૨૦૧૬-૨૦૧૯ એમ બે ક્ધટીન્યુટી એવોર્ડ મેળવેલ છે. આ ઉપરાંત યુ.કે.ની ચાર સ્કૂલો સાથે પંચશીલ સ્કૂલ જોડાણ ધરાવે છે. પંચશીલ સ્કૂલની સીટી ઓફ સન્ડરલેન્ડ નોર્થ યુ.કે.ની સેન્ટ એન્થનીઝના કો-ઓર્ડીનેટર મીસ. શોફી કઝીન અને ૩ વિદ્યાર્થીઓનું એક પ્રતિનિધિ મંડળ શાળાની મુલાકાતે છે. જે એક સપ્તાહના મુકામ દરમ્યાન પંચશીલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ સેન્ટ એન્થનીઝના વિદ્યાર્થીઓ ભારત અને ઇંગ્લેન્ડની સાંસ્કૃતિક પ્રણાલીઓ, સાંસ્કૃતિક બાબતો આ ઉપરાંત કલા અને વારસાનું આદાન પ્રદાન કરશે. પંચશીલ સ્કૂલના વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓને મહેંદી, ગરબા અને ભારતીય પંચતંત્રની વાર્તાઓ શીખવશે.
આ ઉપરાંત સેન્ટ એન્થનીઝ પ્રતિનિધિ મંડળ કરાટે, સ્પેનીશ સ્ટોરી, ઇંગ્લીશ ડાયલોગ્સ, ઇંગ્લીશ હિસ્ટોરીકલ સ્ટોરી જેવી પ્રવૃત્તિઓ પંચશીલના વિદ્યાર્થીઓને શીખવશે. આ ઉપરાંત મહાત્મા ગાંધીજીના જીવનકાળની ઝાંખી કરાવતા સ્થળોની પણ મુલાકાત લેશે. તેમજ પંચશીલ સ્કૂલ દ્વારા આગામી ૧૦મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ આયોજિત ‘પંચશીલ પ્રતિભા હાસ્યોત્સવ’ કાર્યક્રમમાં હાજર રહેશે. હાલ સેન્ટ એન્થનીઝ ગર્લ્સ એકેડમીના ગવર્નર મી.માઇકલ ફ્લોરસ પંચશીલ સ્કૂલની મુલાકાતે છે. તેઓ પણ શાળાના વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કીલ અને વૈશ્ર્વિક પ્રવાહનું માર્ગદર્શન આપી રહ્યાં છે. આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન કરી રહ્યા છે. તેઓના મતે શાળાના વિદ્યાર્થીઓ એક વૈશ્ર્વિક વિદ્યાર્થી બનવા તરફ આગળ વધે તેવો શાળાનો એક પ્રયાસ છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાનો સમગ્ર સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે.