દરિયાઈ મોજાની ‘હીટવેવ’ મહાવિનાશ નોતરી શકે !!
સમુદ્રનું‘રક્ષા કવચ’ ગણાતું આવરણ સતત ક્ષીણ થઈ રહ્યું છે
હાલના સમયમાં વધતા જતા પ્રદુષણને કારણે આપણી કુદરતી સંપદાઓને મોટી હાની પહોચી રહી છે. પૃથ્વીનું વાતાવરણ સંમતુલન ખોરવાતા ગ્લોબલ વોર્મિંગનો ગંભીર અને પેચિદો પ્રશ્ર્ન ઉભો થયો છે. ત્યારે આ જ કારણસર દરિયાઈ ક્ષેત્ર પરનું આવરણ સતત પાતળુથઈ જઈ રહ્યું છે. સમુદ્રનું આ આવરણ (સ્તર) દર વર્ષે પાતલુ બનતા વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યકત કરી છે.
દરિયાઈ ક્ષેત્ર પરનું 20 થી 200 મીટર સુધીનું સ્તર તાપમાન જાળવવામાં મોટું મદદરૂપ
તાજેતરમાં જળવાયું પરિવર્તન સંબંધીત પ્રસ્તુત થયેલા એક અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે મહાસાગરો પરના સ્તરની જાડાઈ ક્ષીણ થઈ રહી છે. જેના કારણે બહારથી આવતા ગરમ પવનો (સુષ્ક પવનો)ને સંમતુલીત કરવામાં અવરોધ પેદા થાય છે. આના લીધે મરીન હીટવેવ એટલે કે સમુદ્રની ગરમ હવા વધુ તીવ્ર બની મહાવિનાશ પણ નોતરી શકે છે.
દરિયાના મિશ્રિત સ્તરની જાડાઈ સતત ઘટતા ગરમીનું પ્રમાણ ભયાનક સ્તરે વધી શકે છે
ઉલ્લેખનીય છે કે, પ્રદુષણના લીધે પૃથ્વીના પેટાળમાં રહેલ સંપતિઓને પણ મોટુ નુકશાન પહોચી રહ્યું છે. સમુદ્રમાં ફેલાતા કચરાને કારણે સમુદ્રી જીવ સંપતિઓનો ભોગ લેવાઈ રહ્યો છે. યુએસની કોલોરાડો યુનિ.ના સંશોધકોએ જણાવ્યું છે કે, સમુદ્રી સ્તર પાતળુબનતા ગરમ હવાને શોષવાની ક્ષમતા પણ ક્ષીણ બનશે. ગરમ હવાં ઠંડા પવનોમાં પરિણમશે નહિ આથી સમુદ્રનાં અંદરનાં ભાગમાં તેમજ બહારનાં આસપાસનાં વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ભયાનક સ્તરે વધી શકે છે. આના લીધે દરિયાઈ જીવો પર જોખમ મંડરાશે તો સમુદ્રી વિસ્તારની આસપાસ વસતા લોકોને પણ વધુ તાપ સહન કરવો પડશે. આનાથી લોકોનાં પર પણ જીવનું જોખમ વધી શકે છે.
કોલોરાડોની બોલ્ડર યુનિ.ના સંશોધનકર્તાઓએ કહ્યું કે, 20 થી 200 મીટર સુધીની ઉંચાઈ પર સ્થિત મિશ્રિત સ્તર સમુદ્રનું રક્ષા કવચ મનાય છે. અને જો આ સ્તર પાતળુ થાય મતલબ કે ગરમીનું પ્રમાણ વધુ તીવ્રતા સાથે વધશે આ સ્તર ખાસ કરીને નરમ હવાને નિયંત્રિત કરવામાં મોટી મદદ કરે છે. મિશ્રિત સ્તર જેટલું જાડુ હશે એટલું જ ગરમ તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ થશે અને સમુદ્રની અંદર ગરમ હવા પ્રવેશવાથી રોકી શકાશે
સમુદ્ર પરનું સ્તર 3 મીટર સુધી પાતળું થઈ ગયું
બોલ્ડર યુનિવર્સીટીના શોધકર્તાઓનાં જણાવ્યા મુજબ પાછલા 40 વર્ષમાં સમુદ્ર પરનાં સ્તરની જાડાઈ 3 મીટર સુધી પાતળીથઈ ગઈ છે. અને આગામી સમયમા તે ઝડપથી ક્ષીણ થઈ રહી છે. વૈજ્ઞાનિકોએ આશંકા વ્યકત કરી છે કે, 20 થી 200 મીટર સુધી છવાયેલા આ સ્તરની જાડાઈમાં ઈ.સ. 2100 સુધીમાં 30 ટકાનો ઘટાડો થઈ જશે. વધુ ચાર મીટર સુધી સ્તર શ્રીણ થઈ જશે. આના કારણે પૃથ્વીના તાપમાનની સાથે સમુદ્રના તાપમાનમાં પણ મોટા બદલાવ થશે.