વિધાનસભા ૬૯માં લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા જંગી જાહેરસભા સાથે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ મોહનભાઈ કુંડારીયાના સમર્થનમાં પ્રચાર-પ્રસાર અર્થે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અતિથિ વિશેષ પદેથી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ જણાવ્યું હતું કે, આપણો ભાજપ પક્ષ વિશ્ર્વનો મોટો ૧૨ કરોડ સભ્યો ધરાવતો પક્ષ છે જયારે કોંગ્રેસ પક્ષ ગાંધી પરિવારવાદી છે અને કોંગ્રેસ આતંકવાદનું સમર્થન આપે છે અને લોકોને ભ્રમિત કરે છે ગાંધી પરિવાર મહાચોર છે. જયારે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંકટમોચન પ્રધાનમંત્રી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા જનકલ્યાણ અને વિકાસના હાથ ધરાયેલા કાર્યો જેવા કે બેરોજગારોને રોજગારી, આરોગ્ય વિષયક આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના રાજકોટને આપેલી ભેટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વગેરેનો ઉલ્લેખ કર્યો હતો.
નેશનલ લો કમિશનમાં સભ્ય અને જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજે જણાવ્યું કે આ લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનશે તેમાં પાકિસ્તાનની હાર છે અને પાકિસ્તાન ખતમ થઈ જશે જયારે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની જીતમાં પાકિસ્તાનની જીત છે. તેમજ તેમણે કેન્દ્ર સરકારના કાર્યોની ઉપલબ્ધિઓ વર્ણવી હતી.
મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૫૬ની છાતીવાળા છે અને તે આતંકવાદનો સફાયો કરશે. પાંચ વર્ષમાં દેશના અનેક વિવિધ વિકાસના કાર્યો કરેલા છે જયારે કોંગ્રેસ જૂઠાણા અને નકારાત્મક રાજકારણનો આશરો લીધો છે અને પાકિસ્તાન તરફી છે તેમણે મોહનભાઈ કુંડારીયા સહિત ગુજરાતની ૨૬ બેઠકોમાં ભાજપની બહુમતી મળશે તેવો દ્રઢ નિર્ધાર કર્યો હતો.
સાંસદ અને ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, લોક સહયોગથી પાંચ વર્ષમાં રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અનેક પ્રશ્ર્નો ઉકેલ કર્યા છે. તેમજ તેમણે પુન: વિજય અપાવવા લોકોને અને ભાજપના કાર્યકર્તાઓને અપીલ કરી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું કે સમગ્ર દેશમાં ભાજપ તરફી માહોલ સર્જાયેલ છે અને આ ચૂંટણીમાં કમળ પૂર્ણ કળાએ ખીલે છે તેમણે વધુમાં ઉમેર્યું કે રાજકોટ ભાજપના અજયગઢ છે. રાજકોટને નરેન્દ્રભાઈના આશિર્વાદ છે.
આ પ્રસંગે ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી, ભાવનજીભાઈ મેતલીયા, કમલેશભાઈ જોષીપુરા, ઉમેશભાઈ રાજયગુરુ, નલીનભાઈ વસા, બીનાબેન આચાર્ય, ચંદ્રકાંતભાઈ શેઠ, દેવાંગ માંકડ, રાજુભાઈ ધ્રુવ, કાશ્મીરાબેન નથવાણી, ભાનુબેન બાબરીયા, લાખાભાઈ સાગઠીયા, સુરેશભાઈ વરમોરા, નેહલ શુકલ, પુષ્કર પટેલ, ચારુબેન ચૌધરી, મોહનભાઈ વાડોલીયા, સંગીતાબેન છાયા, વિક્રમ પૂજારા, મહેશ રાઠોડ, રઘુભાઈ ધોળકીયા, જમનભાઈ ધમસાણીયા, દિલીપભાઈ પટેલ, નરેન્દ્રસિંહ ઠાકોર, દિનેશ કારિયા, નિતીન ભૂત, ડો.ગિરીશ, માધવ દવે, રસિક બદ્રકિયા, રાજેન્દ્રસિંહ ગોહિલ, હેમુભાઈ પરમાર, વી.એમ. પટેલ, જયસુખ કાથરોટીયા, રજની ગોલ, કાનાભાઈ ધાણખર, ભાવેશ પરમાર, ધેર્ય પારેખ, જયસુખ પરમાર, જગદીશ ભોજાણી, રાજુભાઈ દરિયાનાણી, કાથડભાઈ ડાંગર, રમેશ ચાવડીયા, આશિષ ભટ્ટ, કમલેશ શર્મા, હરેશ કાનાણી, પરેશ તન્ના, બાબુભાઈ આહિર, અંજનાબેન મોરઝરીયા, આશિષ વાગડીયા, દુર્ગાબા જાડેજા, જયમીન ઠાકર, મનીષ રાડીયા, દર્શિતાબેન શાહ, સોફિયાબેન દલ, હા‚નભાઈ શાહમદાર, પ્રદીપ ડવ, પૃથ્વીસિંહ વાળા, કિરણબેન માકડીયા, ડી.બી.ખીમસુરીયા, લલિત વાડોલીયા, નરેન્દ્રસિંહ જાડેજા, શિલ્પાબેન જાવીયા, ‚પાબેન શીલુ, જાગૃતીબેન, વિજયાબેન વાછાણી, અશ્ર્વિનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન, લીલાબા જાડેજા, ભારતીબેન રાવલ, જગદીશભાઈ ભોજાણી, અલકાબેન કામદાર, ભીમજીભાઈ પરસાણા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.