બે દિવસીય બેઠકમાં કેન્દ્ર સરકારની સામાજિક કલ્યાણની યોજનાઓ તેમજ આર્થિક વિકાસના પ્રયાસો મુદ્દે ચર્ચા
અમિત શાહ સહિતના નેતાઓની હાજરી
૨૦૧૯ લોકસભા ચૂંટણીને અનુલક્ષી ભાજપની નિર્ણાયક કમીટી મહત્વની બેઠકનો પ્રારંભ થઈ ચૂકયો છે. મોદી સરકારે સામાજિક કલ્યાણ અને આર્થિક વિકાસ માટે લીધેલા પગલાના મુદ્દા બેઠકમાં ચર્ચાયા છે. આ બેઠક બે દિવસ સુધી ચાલશે.
આગામી સમયમાં પાંચ રાજયોમાં વિધાનસભા ચૂંટણી છે ઉપરાંત લોકસભા ચૂંટણીને પણ હવે ૮ મહિના જેટલો સમય રહ્યો છે. ત્યારે ભાજપના મોટા નિર્ણય લેતી કમીટીની બેઠક આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે મળી છે. સૂત્રોના જણાવ્યાનુસાર ભાજપની આ બેઠકમાં યુપીએ સરકાર સમયે અર્થતંત્રમાં થયેલી ભુલો, એસટી-એસસી ખરડામાં સુધારાનો સવર્ણોનો વિરોધ તથા ભારત બંધ સહિતના મુદ્દા કેન્દ્ર સ્થાને રહ્યાં છે.
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાજપાઈના નિધન બાદ ભાજપની આ સૌથી મોટી બેઠક છે. જેમાં ભાજપ પ્રમુખ અમિત શાહ ઉદ્ઘાટન પ્રવચન આપશે. ભાજપના નામાંકીત નેતાઓ તેમજ વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેશે.