કોરોના સામેની લડાઈમાં રસીને જ સર્વસ્વ માની વિશ્વભરના દેશોને ભારતે કરોડો ડોઝ મોકલ્યા છે. પરંતુ હવે સ્થાનિક જરૂરિયાતને મહત્વતા આપી સરકારે રસીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે કોવિશિલ્ડનું ઉત્પાદન કરતી પુણે સ્થિત સિરમ ઈન્સ્ટિટ્યૂટની યુનાઈટેડ કિંગડમ ખાતે 50 લાખ ડોઝ મોકલવાની અરજીને ખારીજ કરી દીધી છે. એક તરફ હાલ ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે તો બીજી તરફ 18 થી 45 વયના લોકોનું રસીકરણ શરૂ થતા ડોઝની સ્થાનિક માંગ વધી છે. સ્થાનિક સ્તરે રસીના પુરવઠાની તીવ્ર જરૂરિયાતને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે ભારતીયોને રસી આપી કોરોના સામે સુરક્ષિત કરવા સ્થાનિક ઉત્પાદન પૂરા પાડવામાં આવે તેવો કંપનીઓને આગ્રહ કર્યો છે. રાજ્યોની સ્થાનિક માંગને પહોંચી વળવા આ ડોઝની પ્રાપ્તિ માટે કરારની વાટાઘાટ માટે પૂણે સ્થિત કંપનીનો સંપર્ક કરવા સૂચવવામાં આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.