સુરત શહેર-જિલ્લાને કોરોના વધુ ભરડામાં લઈ રહ્યો છે. વધુ નવા 30 કેસ નોંધાતા પોઝિટિવ કેસની સંખ્યા 445 પર પહોંચી ગઈ છે. જ્યારે આજે વધુ એક વૃદ્ધ મહિલાનું મોત થતા આંકડ 13 પર પહોંચ્યો છે. છેલ્લા બે દિવસમાં પોઝિટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે.
ગત રોજ એક જ દિવસમાં 67 જેટલા કેસોનો વધારો થયો હતો. દરમિયાન સુરત પાલિકા કતારગામ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર આર.એમ.ગામીતનો ડ્રાઇવર કોરોના પોઝિટિવ થતા તેમને હોમ ક્વોરન્ટીન કરાયા છે. જ્યારે કિરણ હોસ્પિટલના કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.