રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની સતત રજૂઆતોનાં પરિણામે લેવાયો લોકલક્ષી નિર્ણય
રાજકોટ ચેમ્બર તથા સૌરાષ્ટ્રના રેલવેને લગતા પ્રશ્ર્નો અંગે સતત જાગૃત રહીને તે વિષે અવાર નવારક નિયમિત ધોરણે રજુઆત કરતી રહી છે. હાલમાં તા.૨૦.૩ના પત્ર દ્વારા રેલવે મંત્રી સુરેશ પ્રભુને આવા પ્રશ્ર્નો અંગે રજુઆત કરવામાં આવેલ જેમાં મુખ્યત્વે ઉતરાંચલ એકસપ્રેસમાં વધારાના કોચ જોડવા હાલમાં જે ટ્રેનો હાપા ખાતે ટર્મીનલ કરવામાં આવે છે. તેને જામનગર સુધી લંબાવવી, અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી દૂરન્તો રાજકોટ સુધી લંબાવવી, ઓખા ખાતે પીટ લાઈન લંબાવવી, રાજકોટ સ્ટેશન પર એસ્કેલેટરની સુવિધા ઉભી કરવી વગેરે.
આ રજુઆતના પગલે રેલવે તંત્રએ તા.૧૪-૭થી ઓખા દહેરાદૂન ઉતરાંચલ એકસપ્રેસમાં વધારાના ૧૩ કોચ જોડવામાં આવશે. આથી રાજકોટ તથા સૌરાષ્ટ્રની જનતાને મોટો લાભ થશે. આ માટે રાજકોટ ચેમ્બર રેલવે તંત્રનો આભાર માને છે. રેલવેને લગતા પ્રશ્ર્નો અંગે ચેમ્બરના વાઈસ પ્રેસીડેન્ટ પાર્થભાઈ ગણાત્રા સારી સુઝથી મહેનત કરી રહ્યા છે. તેમ ચેમ્બરના પ્રમુખ શિવલાલ બારસીયા તથા મંત્રી વી.પી. વૈષ્ણવએ જણાવ્યું છે.