ખરીદી માટે સવારે ૯ થી ૨ ખુલ્લી રહેશે, ૪ થી ૭ વેપારીઓ માલ ઉતારી શકશે
જામનગર શહેરમાં કોરોના બેકાબુ બનતા શહેરની અગ્રણીય સંસ્થા ધી સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ લાલ અને વેપારી મંડળ દ્વારા ગ્રેઈન માર્કેટમાં સ્વૈચ્છાએ સવારથી બપોર બે સુધી જ વેપાર માટે સમય પર નિયંત્રણ કરવાનો નિર્ણય કર્યો છે.
જામનગર શહેરમાં હાલની કોરોનાની આ પરિસ્થિતિમાં જ્યારે આપણા જામનગરમાં પણ દિવસે ને દિવસે કેસ વધતા જાય છે ને લોકલ સંક્રમણ પણ ફેલાવવાનું ચાલુ થઈ ગયું હોય જામનગર શહેરની ચારેય દિશામાં મુખ્ય વિસ્તારોમાં સંક્રમણને લીધે કેસો વધતા જઈ રહ્યા છે.
જામનગર શહેરની એકમાત્ર એવી આપણી ગ્રેઈન માર્કેટ કે જ્યાં આખો દિવસ શહેરના દરેક વિસ્તારના વેપારીભાઈઓ પોતાના વ્યાપાર ધંધાને અનુલક્ષીને સંકળાયેલા છે. ત્યારે આ આપણી ગ્રેઈન માર્કેટ જે આપણા પરિવાર જેવી જ છે તેના દરેક વેપારીભાઈઓ, મજુરોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપણી સંસ્થા ધી સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ લાલ અને માનદમંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠ્ઠાએ તમામ હોદ્દેદારો તેમજ વેપારીભાઈઓ સાથે પરામર્શ કરી વેપારીભાઈઓના અભિપ્રાય મેળવી તા. ૨૪-૬-૨૦ થી ગ્રેઈન માર્કેટના વેપારના સમયમાં ફેરફાર કરવાનું નક્કી કરેલ છે. જે મુજબ વેપારનો સમય સવારે ૯ થી ૨ સુધી અને કોઈ વેપારીને માલ ઉતારવાનો બાકી હોઈ તો એ માટે બપોરે ૪ થી સાંજે ૭ વાગ્યા સુધી રાખવાનું નક્કી કરેલ છે.
ઉપરોક્ત નિયમનું સમયાંતરે અવલોકન કરશું ને ભવિષ્યના નિર્ણય.. ભવિષ્યની પરિસ્થિતિને અનુલક્ષીને નક્કી કરશું. ઉપરોક્ત ફેરફાર ગ્રેઈનમાર્કેટ સભ્ય વેપારીભાઈઓના સ્વાસ્થ્ય માટે તથા કર્મચારીઓ પર જોખમ ઓછું થાય એના માટે સંસ્થાએ સ્વૈચ્છિક નિર્ણય લીધેલ છે. માટે દરેક સભ્યોને સહકાર આપી અમલ કરવા પ્રમુખ જીતુભાઈ લાલ તથા માનદમંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠ્ઠા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.