ભારતમાં 6 એપ્રિલ 2021ના રોજ FCATને રદ કરી એ બાબતે ફિલ્મનિર્માતાઓ કપરા સમયમાં છે. જયારે ઇટલીએ આ બાબતે એક આગવું પગલું ભરી 100 વર્ષ જૂનો કાયદો રદ કરી દીધો છે. તાજેતરમાં ઇટલીએ સત્તાવાર રીતે ફિલ્મ સેન્સરશીપને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. 1913માં બનેલા કાયદા હેઠળ સરકાર પાસે ફિલ્મોને સેન્સર કરવાની સ્વતંત્રતા હતી, હવે તેમના પર પ્રતિબંધિત લગાવી દીધો છે.
ઇટલી સરકારના આ પગલાની જાહેરાત સંસ્કૃતિ પ્રધાન ડારિઓ ફ્રાન્સિસિનીએ કરી હતી. ડારિઓએ કહ્યું કે, “એક રીતે જોવા જાયે તો આ પગલાં અત્યંત મહત્વપૂર્ણ છે. હવે રાજ્યને કલાકારોના કામમાં દખલ કરવાનો અને તેના પર નિયંત્રણ લાદવાનો કોઈ અધિકાર નથી.”
ઇટલીની સેન્સરશીપ કાયદાની 100 થી વધુ ફિલ્મો શિકાર બની હતી. અમુક ફિલ્મો ધાર્મિક, રાજકીય બાબતો પર હતી તેથી પ્રતિબંધ મુકવામાં આવ્યો. હવે સરકાર ફિલ્મોને સેન્સર કરશે નહીં. પરંતુ એનો મતલબ એ નથી કે ફિલ્મને કોઈ કેટેગરીમાં વેચવામાં નહીં આવે. ફિલ્મોને કઈ કેટેગરી આપવું એ કામ ડિસ્ટ્રીબ્યુટર કરશે. ડિસ્ટ્રીબ્યુટર પોતે તેમની ફિલ્મોને વય અનુસાર વર્ગીકૃત કરશે. 14 વર્ષથી વધુ ઉંમરના લોકો કઈ ફિલ્મો જોઈ શકે અને કઈ ફિલ્મો 18 વર્ષથી વધુ ઉંમરના લોકો જોય શકે.
કામ ફક્ત અહીં જ સમાપ્ત થતું નથી. આ પછી એક કમિશન બનાવવામાં આવશે. જેમાં ફિલ્મ ઉદ્યોગના લોકો, પ્રાણી રાઈટ્સના અધિકારીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવશે. આ લોકો તપાસ કરશે કે ખરેખર યોગ્ય વય જૂથ અનુસાર ફિલ્મનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે કે નહીં.
ઇટલીમાં સિનેસેન્સુરા નામની એક સંસ્થા છે. જે ફિલ્મ સેન્સરશીપ વિરુદ્ધ કામ કરી રહી છે. તેઓએ એક સર્વે કરાવ્યો હતો, તેના અનુસાર ઇટલીના સાંસ્કૃતિક મંત્રાલયે 1944 થી અત્યાર સુધી લગભગ 274 ઇટાલિયન ફિલ્મો, 130 અમેરિકન ફિલ્મો અને અન્ય દેશોની 321 ફિલ્મો સહીત ટોટલ 10,000 ફિલ્મો પર પ્રતિબંધ મૂક્યો છે.
એક અહેવાલ મુજબ, 1975 માં બહાર આવેલી વિવાદિત ફિલ્મ ‘સલો’ પર પણ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. ફિલ્મમાં ફાશીવાદ અને મૂડીવાદને ઘાતકી રીતે દર્શાવવામાં આવ્યું છે. જેણે ભારે હોબાળો મચાવ્યો હતો. 1976 માં થિયેટર પર થોડો સમય ચાલ્યા પછી, સરકારે તે ફિલ્મ પર પ્રતિબંધ મુક્યો હતો. કંઇક એવું જ માર્લોન બ્રાન્ડ્સની ફિલ્મ ‘લાસ્ટ ટેંગો ઇન પેરિસ’માં પણ થયું હતું. જેની રિલીઝ પહેલા જ પ્રતિબંધ મૂક્યો હતો. ફિલ્મની રીલને સળગાવી દેવાયા હતી. જો કે, 1987 માં આ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો હતો.