વાઇસ ચેરમેન પદે ધીરજલાલ કારીયાની નિમણુંક
હાપા માર્કેટીંગ યપ્ર્ડના ખરીદ-વેચાણ વિભાગ, વેપારી વિભાગ અને ખેડુત વિભાગ એમ અલગ-અલગ વિભાગના ૧૪ બોર્ડ ઓફ ડાયરેકટર્સની ચુંટણી હાથ ધરવામાં આવી હતી. ભાજપના જ બે દિગ્ગજ નેતા પુર્વ સાંસદ અને હાલના જિલ્લા ભાજપ પ્રમુખ ચન્દ્રેશભાઇ પટેલ અને પુર્વ મંત્રી અને વર્તમાન માર્કેટીંગ ચાર્ડના ચેરમેન ભાજપના જ રાઘવજીભાઇ પટેલની પેનલ ચુંટણીમાં સામ-સામે આવી જતાં હાપા માર્કેટીંગ યાર્ડ ચુંટણીમાં ગરમાવો આવી ગયો હતો અને ૧૪ બેઠકો માટે બન્ને દિગ્ગજ નેતાઓની પેનલ ઉપરાંત એક અપક્ષ્ ઉમેદવાર થઇ ૨૯ ઉમેદવારો ચુંટણી જગમાં હતા જેમાંથી રાઘવજીભાઇ પટેલની પેનલએ તમામ બેઠકો પર વિજય મેળવી હરીફોનો સફાયો કરી દીધો હતો
હાપા માર્કેટીંગ યાર્ડના તમામ ૧૪ બોર્ડ ઓફ ડાયરેકટર્સ રાઘવજીભાઇ પટેલ સહિત તેની પેનલના ચુંટાઇ આવ્યા બાદ યાર્ડના ચેરમેન વા. ચેરમેનની ચુંટણી હાથ ધરવામાં આવતા ચેરમેનપદે રાઘવજીભાઇ પટેલ વા.ચેરમેન પદે ઘીરજલાલ કારીયા, બીજી વખત બીન હરીફ વિજેતા થયા હતાં યાર્ડન નવ નિર્વાચિત પદાધિક્રારીઓ તથા જામનગર જિલ્લાના સહકારી પદાધિકારીઓને સન્માનવાનો સમારોહ આજરોંજ યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર દ્વારા યોજાયેલા આ સન્માન સમારોહમાં જિલ્લાભરના ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. સમારંભના અધ્યક્ષ પદે ગુજરાત રાજ્ય બિન અનામત શૈક્ષણીક અને આર્થિક વિકાસ નિગમના ચેરમેન બી.એચ.ઘોડાસરા અને મુખ્ય અતિથિવિશેષ પદે એસટી. નિગમના પુર્વ ડાયરેક્ટર અને પ્રદેશ ભાજપ મહામંત્રી રમેશભાઇ મુંગરા, સહકારી અગ્રણી જીતુભાઇ લાલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં. સમગ્ર ચુંટણી પ્રક્રિયા મોરબીના જિલ્લા રજીસ્ટ્રાર સંગીતાબેન રૈયાણીના મુખ્ય ચુંટણી અધિકારીના કામગીરી હેઠળ સંપન્ન થઇ હતી.