જે જન્મે છે તેનું મોત નિશ્ર્ચિત છે. પરંતુ મર્યા બાદ કોઇ ફરીથી જીવંત થાય છે ખરુ ?આ ઘટના કેરલના ઇડુક્કી જીલ્લાની છે. આ જીલ્લાની એક મહિલાને ઘણાં સમયથી બિમારી હતી. બિમારીથી તેની મોત થઇ ગઇ હતી. ડોક્ટરએ તેને મરદુ જાહેર કરી હતી. તો ૪૦ વર્ષીય મહિલાને જ્યારે મોરચરી લઇ જવામાં આવી ત્યારે તે જીવંત હોય તેવું લાગ્યુ. મદુરાઇના એક હોસ્પિટલમાં તેની ૨ મહિનાથી સારવાર ચાલતી હતી. ડોક્ટરોએ સાફ કહી દીધુ હતું. કે હવે દેહમાં જીવ વધ્યો નથી. ત્યારબાદ તેઓ રતનમને એમ્બ્યુલન્સમાં વંદનમેદ ગામ લઇ જતા હતા.
જેના પછી રતનમ મોરચરીમાં થોડા જ કલાકો પસાર કર્યા બાદ પરિવારજનોએ તેના શરીરમાં હરકતી જોઇ. તરત જ તેઓ રતનમને નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરી ત્યારબાદ તેમણે પોલિસ ફરીયાદ કરી, તપાસમાં ખબર પડી કે મહિલાના પરિવારજનોએ રતનમને મોરચરીમાં સ્ફિટ કરતા પહેલા ડોક્ટરો સાથે વાત કરી નતી. આ જ પ્રકારનો કિસ્સો કર્નાટક એક ટીનેજર સાથે બની હતી જેને કુતરાએ બટકુ ભર્યુ હતું. ત્યાર બાદ તેને મૃતક જાહેર કરી દેવામાં આવી હતી. પરંતુ મોતના થોડા સમય બાદ તે જીવંત થઇ હતી.