અમદાવાદથી કચ્છમાં લગ્ન પ્રસંગમાં જતા પરિવારની કારનું ટાયર ફાટતા સજાયો ગમખ્વાર અકસ્માત
માળિયા હળવદ હાઈવે આજે ફરી એક વખત રક્તરંજીત બન્યો હતો અને બે કાર અથડાતા બે સગા ભાઈ અને બે મહીલ સહીત છના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે જયારે એક મહિલાને ગંભીર હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયા હળવદ હાઈવે પરના માંણાબા ગામ નજીક કાર નં જીજે ૦૯ બીબી ૫૨૮૨ અને જીજે ૦૧ કેએલ ૧૧૨૯ નંબરની બે કાર વચ્ચે અથડામણ થવા પામી હતી જે ગમખ્વાર અકસ્માતમાં બંને કારના બુકડો બોલી ગયો હતો અને અકસ્માતને પગલે કારમાં સવાર હરિભાઈ દેવજીભાઈ પટેલ, નરશીભાઈ હંસરાજભાઈ પટેલ, નર્મદાબેન નરશીભાઈ પટેલ, દેવકીબેન નારણભાઇ પટેલ રહે બધા ખેડબ્રહ્મા તેમજ અન્ય કારમાં સવાર સર્વિનભાઈ કિરીટભાઈ શાહ અને ચિરાગભાઈ કિરીટભાઈ શાહ રહે ગાંધીનગર વાળા સગા ભાઈઓ સહીત છના મોત થયા છે.
જયારે પટેલ પરિવારના વિમળાબેન હરિભાઈ પટેલને ગંભીર હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે માળિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માતની જાણ થતા માળિયા પોલીસનો કાફલો અને ૧૦૮ ટીમો દોડી ગઈ હતી મૃતદેહોને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે જયારે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે માળિયા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
ગમખ્વાર અકસ્માતમાં પટેલ પરિવાર અમદાવાદથી કચ્છ લગ્નમાં જતો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે કચ્છના દહીંસરા ગામેં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો કારનું ટાયર ફાટકા કાર ડીવાઈડર સાથે અથડાયા બાદ અન્ય કાર સાથે અથડાઈ હતી અને કચ્છથી અમદાવાદ તરફ જતા બે ભાઈઓના મોત થયા હતા
માળિયા હાઈવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે માળિયા કચ્છ અને માળિયા હળવદ હાઈવે અકસ્માતો માટે કુખ્યાત બની ગયા છે તો આજે સર્જાયેલા અકસ્માત એટલો ભયંકર હતો કે બંને કારના બુકડા બોલી ગયા હતા જેથી કારની હાલત જોઇને જ અકસ્માતની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો તો હાઈવે પરથી પસાર થતા લોકો પણ કારની હાલત જોઇને સ્તબ્ધ બની ગયા હતા.