૭૦ હજાર કરોડના દેણાના ડરથી પાકિસ્તાનની ચીનના પ્રોજેકટમાંથી છટકબારી
ચીનનું મહત્વકાંક્ષી પ્રોજેકટ ‘સિલ્ક રોડ’હવે પાકિસ્તાન માટે માથાનો દુ:ખાવો બની ગયું છે. પહેલાથી જ પાકિસ્તાન કર્જા હેઠળ છે. ત્યારે આ પ્રોજેકટથી લાગતા ટેકસ પાકિસ્તાનને ડરાવી રહ્યા છે. એવામાં પાકિસ્તાને ચીનના આ પ્રોજેકટ ઉપર ૧.૪ લાખ કરોડની કટોતી કરી છે.પાકિસ્તાન હાલ ૭૦ હજાર કરોડના દેણામાં છે. જણાવી દઈએ કે ચીનના સિલ્ક રોડ પ્રોજેકટ ઉપર ૫૯ હજાર કરોડ રૂપીયાની લાગત આવશે જે પાકિસ્તાનમાં ચીનનો સૌથી મોટુ બેલ્ટ અને રોડ પ્રોજેકટ છે.
પરંતુ પાકિસ્તાન તેની કિંમતો અને આર્થિક શર્તોથી ચિંતામાં મુકાયું છે. પાકિસ્તાનના રેલમંત્રી શેખ રાશીદે સોમવારે કહ્યું કે સિલ્ક રોડ પ્રોજેકટ ઉપર કટોતી કરવાની જાહેરાત કરાઈ છે. ઈમરાન સરકાર આવ્યા બાદ તેણે વિદેશી દેણાની ચિંતા વ્યકત કરી છે.તેમણે કહ્યું કે દેશને વિદેશી દેણાંથી બચાવવાની તાતી જરૂરીયાત છે તેણે મંત્રી મંડળના સભ્યો અને યોજના મંત્રી ખુસરો બખ્તીયારને કહ્યું હતુ કે આપણા આ મોડલ બનાવવા ઉપર વધુ અભ્યાસ અને વિચારણાની જરૂરત છે. તેથી તમામ જોખમ પાકિસ્તાને ન ભોગવવું પડે.
ફકત પાકિસ્તાન જ નહી શ્રીલંકા, મલેશીયા અને માલદીવ પણ ચીનના ‘સિલ્ક રોડ’ પ્રોજેકટને લઈ ચિંતામાં છે ચીને આર્થિક મંદીને નાથવા અને બેરોજગારી સામે રક્ષણ મેળવવા માટે અર્થ વ્યવસ્થામાં જીવ ફૂંકવા માટે વન બેલ્ટ, વન રોડ પ્રોજેકટની નિર્માણ કર્યું છે. તેથી યુરોપ અને આફ્રિકાની સડક માર્ગોને , રેલ માર્ગ ગેસ પાઈપલાઈન અને બંદરગાહો સાથે જોડવામાં આવશે.