કાળજાળ મોંઘવારીમાં સામાન્ય વર્ગના પરિવારને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યુ છે ત્યારે ગરીબ પરિવારને ટકી રહેવું અતિ કઠીન થઇ ગયું છે. રૂપિયો જેમ ઘસાઇ રહ્યો છે તેમ ગરીબ પરિવાર પણ આર્થિક રીતે નબળો પડી ગયો છે. યાજ્ઞિક રોડ પર પસાર થતી મહિલા પોતાના માસુમ બાળકો સાથે ભંગારની ફેરી કરવા નીકળી છે. દિવાળીના તહેવારમાં જુનો ભંગાર વધુ વહેચવામાં આવતો હોવાથી ભંગારની વધુને વધુ ફેરી કરવા માટે નીકળેલી મહિલા પોતાની રેકડી જ પોતાનું ઘર અને બાળક માટેનું ઘોડીયુ બનાવી દીધું છે. માસુમ બાળક પણ પોતાની નાની ઉમરે પરિપકવ બની ગયો છે. પરિવારની પરિસ્થિતી મુજબ રેકડીમાં જ ઉંઘવાની ટેવ પાડી દીધી છે. ભંગારની વધુ ફેરી થાય તો પરિવારની દિવાળી સુધરી જાય તે હેતુસર માસુમ બાળકો સાથે અહી તહી ફરી રહેલી મહિલા પ્રસ્તૃત તસવીરમાં નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.