રાધેક્રિષ્ના સોસાયટી ખાલી કરાવવાના ચાર વર્ષથી ચાલતા વિવાદનો કરુણ અંજામ
અબતક,રાજકોટ
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી રાધેક્રિષ્ના સોસાયટીમાં ચાર દિવસ પહેલા મકાન ખાલી કરાવવાના મુદ્દે બેફામ બનેલા ભુમાફિયાઓના ઈટનો છુટો ઘા કરી એક કારખાનેદારને ગંભીર ઈજા પોહચાડી હતી જેમાં કારખાનેદારને સારવારમાં મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો છે પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
બનાવની મળતી વિગતો મુજબ રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતાં કારખાનેદાર અવિનાશભાઈ ધુલેશીયા સહિત ૬ પર ચાર દિવસ પહેલા મકાન ખાલી કરાવવાના મુદ્દે બેફામ બનેલા ભુમાફિયાઓ હિરેન વાઢેર, વિજય રાઠોડ, પરેશ ચૌહાણ અને રવી વાઢેરે કારના કાચ તોડી હુમલો કરતા ૬ લોકો ઘવાયા હતા. જેમાં ઈંટનો ઘા માથાનાં ભાગે લાગતા કારખાનેદારે અવિનાશભાઈને માથામા હેમરેજ થઈ ગયું હતું. આ મામલે યુનિવર્સિટી પોલીર્સ કારખાનેદારના ભાઈ રાજેશભાઈની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ચારેયની ધરપકડ કરી હતી. જેમાં ત્રણ આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે અને ચોથા આરોપી રવિને રિમાન્ડ પર મેળવવા કવાયત શરૂ કરવામાં આવી છે.
દરમિયાન આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કારખાનેદાર અવિનાશભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.પોલીસે જરૂરી કાર્યવાહી કરી હત્યાની કલમનો ઉમેરો રહ્યો છે.કરવા તજવીજ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચો૨ક વર્ષથી રાધેક્રિષ્ના સોસાયટીમાં મકાન ખાલી કરાવવા માટે ભુમાફિયાઓ દ્વારા સોસાયટીના રહીશોને પરેશાન કરાય છે. આ મામલે લોકોએ પોલીસને ફરિયાદ કરતા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.