હોળી-ધુળેટીના તહેવાર પૂર્વ સરકાર દ્વારા જાહેરાત કરાય તેવી શક્યતા
કેન્દ્ર સરકારે તેઓના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ -2022ની અસરથી ચાર ટકાનો વધારો જાહેર કરી મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધારીને 38 ટકા કર્યું હતું.
કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓને પગારપંચ તથા અન્ય લાભો લાગુ પાડવાનો રાજ્ય સરકારે સૈદ્ધાંતિક સ્વીકાર કરેલ છે.
જે મુજબ હાલની કારમી મોંઘવારીને ધ્યાને લઈ, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સંજયભાઈ પટેલ તથા મહામંત્રી જી એન પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને ચાર ટકા લેખે મોંઘવારી ભથ્થાની રકમ જુલાઈ 2022 ની અસરથી ચૂકવી આપવા માટેના આદેશો થઈ આવવા માટે વિનંતી મહામંડળના પ્રમુખ સંજયભાઈ પટેલે કરી છે. આગામી હોળી-ધુળેટીના તહેવારો દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ઉપર મુજબ મોંઘવારી ભથ્થાની જાહેરત કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે.