પાન કાર્ડ સાથે આધાર કાર્ડ જોડવાનું જાણે કે મુહૂર્ત જ ન હોય તેમ વધુ એકવાર આધારને પાન સાથે જોડવાની મુદત 30મી સપ્ટેમ્બર સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે કોરોના મહામારી અને પ્રતિબંધના આ માહોલમાં કરદાતાઓને રાહત આપતા એક નિર્ણયમાં કેન્દ્ર સરકારેઆધારને કાયમી એકાઉન્ટ નંબર (પેન) સાથે જોડવાની ફરજિયાત કરવાની 30 સપ્ટેમ્બર સુધી ત્રણ મહિનાની વધુ મુદત માટે લંબાવી દેવામાં આવી છે.
કોરોનાવાયરસ રોગચાળાને લીધે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા કરદાતાઓની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ભૂતકાળમાં પણ ઘણી વખત અંતિમ મુદત લંબાવી હતી. આ વર્ષની શરૂઆતમાં, ડેડલાઇન 31માર્ચથી 30 જૂન સુધી લંબાવી દેવામાં આવી હતી નવા નિયમ મુજબનો સુધારો જાહેર કરવામાં આવ્યું હતો હવે પાન સાથે આધાર જોડવાની તારીખમાં વધારો કરીન 3 મહિનાની મુદત વધારીને સપ્ટેમ્બરની 30 કરવામાં આવી છે.
જાન્યુઆરી, માર્ચ ના ટીડીએસ ભરવાની મુદતમાં પણ 30 જૂનથી 15 જુલાઈ કરવામાં આવી હતી. હવે આધારને પાન સાથે જોડવાની તારીખ 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે.