અબતક, રાજકોટ
કરદાતાઓએ ભરેલા ઇન્કમટેક્સ રીર્ટન જે ગયા વર્ષના એટલે કે હિસાબી વર્ષ-2019-20ના રીર્ટનને ઇ-વેરીફાઇ કરવા માટેની છેલ્લી તા.28, ફેબ્રુઆરી, 2022 સુચવવામાં આવી છે.ઇ-વેરીફાઇ મુખ્યત્વે ત્રણ રીતે થાય છે. પહેલું આધારકાર્ડ દ્વારા થતું ઇ-વેરીફાઇ બેન્ક દ્વારા એટલે કે ઇ.પી.સી. દ્વારા થતુ ઇ-વેરીફાય અને ડિજીટલ સીગ્નેચરથી થતું ઇ-વેરીફાય આ મુખ્ય ઇ-વેરીફિકેશન કરવાના માધ્યમ છે
અને આયકર વિભાગ દ્વારા આ કાર્યવાહીથી ડિજીટલ ઇન્ડિયાના માર્ગને પ્રોત્સાહન મળે છે. ઉપરાંત રીર્ટન ઇ-વેરિફાઇ કર્યા બાદ સી.પી.સી.માં મોકલવાનું રહેતુ નથી અને કરદાતાના રજીસ્ટ્રર મોબાઇલ નંબર અને ઇ-મેઇલમાં ત્વરીત જાણ થઇ જાય છે.