સંયુકત રાષ્ટ્ર સાથે સંકળાયેલા દેશોમાં સેકસપીયરની પુણ્યતિથિ નીમીતે દર ર૩ એપ્રિલે પુસ્તક દિન ઉજવાય છે
વર્ષો પહેલા માનવ બીજા માનવનાં સંપર્કમાં આવ્યો અને પ્રત્યાયન કરતો થયો ત્યારથી ભાષાનો ઉદભવ થયો. ભાષાએ પ્રત્યાયનનો પાયો છે. પરંતુ હાલની સ્થિતિ પર નજર કરીએ તો મોટાભાગના લોકોમાં કોઇ ચોકકસ ભાષા પરનું પ્રભુત્વ જોવા નથી મળતું વિચાર કરવાની શકિત માનવ જાતને જ મળેલી છે. અને આ તર્ક શકિતનો વિકાસ પુસ્તકોનાં કુશળ અને કાર્યક્ષમ વ્યકિતનું નિર્માણ થાય છે. અને પરિણામે કુશળ અને કાર્યક્ષમ રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય છે અમુલ્ય જ્ઞાનનો ભંડાર સમા પુસ્તકોની ગરીમા જાળવતો દિવસ એટલે પુસ્કત દિન.
પુસ્તક દિનની ઉજવણી યુનેસ્કો દ્વારા ૧૧૯૫ થી સેકસપીયરની પુણ્યતિથી નીમીતે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું હતું. પુ.એન.સાથે જોડાયેલ તમામ રાષ્ટ્રોએ નિર્ણય લઇ આ દિવસને ‘વિશ્ર્વ પુસ્તક દિન’તરીકે ઉજવવાનું નકકી કર્યુ હતું.
પુસ્તક દિન નીમીતે અબતકની ટીમે અલગ અલગ પુસ્તકાલયોની મુલાકાત લઇ હાલની પરિસ્થિતી જાણવાનો પ્રયાસ કર્યો હતો.
મારવાડી યુનિવસીર્ટી
મારવાડી યુનિવસીટી લાયબ્રેરીના ચીફ લાયબેરીયન કૌશીક રાવ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે. પુસ્તકો એ માણસનો પરમ મિત્રો છે. તે ઉપરાંત જીવનમાં મોટીવેશન પુસ્તકોમાંથી મેળવી શકાય છે. જેના કારણે તર્કશકિતમાં પણ વધારો થાય છે તેઓ પોતે સારા વાંચક છે. જેનાં કારણે તેઓએ વ્યવસાય પણ લાયબ્રેરીયન તરીકે પસંદ કરેલો. હાલના ડીઝીટલ યુગમાં લોકો ઇ-બુક વાંચવાનું પસંદ કરે છે. પરંતુ ફીઝીકલ બુક એ વધારે યોગ્ય છે ઇ-બુક પણ વાંચી શકાય પરંતુ તેના ઘણા ગેરકાયદા પણ છે તેનાથી આંખને નુકશાન થાય છે અને બીજા પણ અનેક વિધ મુશ્કેલીઓનું સર્જન થઇ શકે. પરંતુ અત્યારના સમયમાં ઇ-બુક અને ફિઝિકલ બુક બંનેનું વાંચન થાય છે. અત્યારનો યુવા વર્ગ મોટિવેશનલ બુક વાંચવાનું વધુ પસંદ કરે છે. રોજે લાયબ્રેરીમાં ૧૫૦૦ જેટલા વિઘાર્થીઓ વાંચન કરે છે. વિઘાર્થીઓમાં પુસ્તકો પ્રત્યે પ્રેમ જોવા મળે છે.
લાયબ્રેરીમાં ૫૦,૦૦૦ જેટલી પ્રીન્ટ બુક અને ૧૦,૦૦૦ જેટલી ઇ-બુક ઉપલબ્ધ છે.
કશ્યપ ઠકરાલ કે જે મારવાડી યુનિવસીર્ટીના વિઘાર્થી છે તેઓએ જણાવ્યું કે વધુને વધુ વાંચન કરવાથી શબ્દ ભંડોળમાં વધારો થશે. ઉપરાંત નોલેજમાં પણ વધારો થશે. તેઓ કમ્પ્યુટર એન્જીનીઅરીંગ કરતા હોવા છતાં પણ રેગ્યુલર નવલકથાઓનું વાંચન કરે છે તેમના રસનાં વિષયમાં એક વિષય નવલકથાઓનું વાંચન પણ છે. તેઓ ઓનલાઇન આર્ટિકલ વાંચે છે જે તેમને ખુબ જ ઉપયોગી થાય છે.
પુસ્તક દિન નિમિતે લોકોને સંદેશો આપ્યો કે પુસ્તકોને મિત્રો બનાવવા જેથી તેઓ હંમેશા માટે સાથે રહેશે ઉપરાંત રસ્તો ચિંધવામાં પણ સહાયક બનશે
પાર્થ નંદાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે નોલેજ મેળવવા માટેનું અગત્યનું સંશાધન પુસ્તક છે. સારા પુસ્તકની ઓળખ આપતા એ જણાવે છે કે બુકમાં તમામ પ્રકારની માહિતી મળી જવી જોઈએ તેઓ વધારે ફીઝીકલ બુક પ્રીફર કરે છે. કારણ કે હાથમાં રાખીને વાંચવાથી વધુ ધ્યાન કેન્દ્રીત થાય છે. ઉપરાંત કલ્પનાશકિતનો વિકાસ થાય છે.
સુધાંશું શર્માએ જણાવ્યુંં કે તેઓએ બધા પુસ્તકો વાચ્યા છે. પુસ્તકોનાં વાંચનથી એકસાથે સંપૂર્ણ વિશ્ર્વવિશે માહિતી ન મેળવી શકાય પરંતુ પુસ્તકો વાંચવાથી કલ્પના શકિત નવી ઉંચાઈએ પહોચી જાય છે. જ્ઞાનમાં વધારો કરવા તે પુસ્તકો વાંચે છે. અને લોકોને પણ વાંચવા માટેની સલાહ આપી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
સૌ.યુનિ.ની લાયબ્રેરીનાં ટેકનીકલ આસી. જીવાશંકર ભટ્ટે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં કે લોકો સ્થાનિક સાહિત્યથી માહિતગાર થાય અને પુસ્તકો વાંચવા માટે પ્રેરાય તેના માટે પુસ્તકો વાંચન અંગેના કાર્યક્રમો યોજવા જોઈએ ઉપરાંત જણાવ્યું કે હિંસા તરફ આજનો સમાજ વળી રહ્યો છે. તો હિંસાથી દૂર લઈ જવા માટે પુસ્તકો ખૂબજ અગત્યનો ભાગ ભજવે છે તેનાથી લોકોની વૃતીમાં પણ બદલાવ આવી રશકે છે. કનૈયાલાલ મુનસી, કાઝલ ઓઝા વૈધ તેઓ એવા લેખક છે કે જેઓ અહિંસાનો પ્રસાર કરે છે. અત્યારનાં સમયમાં સ્પર્ધાત્મિક પરીક્ષાનો યુગ છે.અને વધારે ને વધારે વિદ્યાર્થીઓ તેની તૈયારી કરી રહ્યા છે. ઉપરાંત ગાંધીજીનો એક પ્રસંગ પણ જણાવ્યો કે ગાંધીજી જયારે જયોનિસબર્ગથી જર્મન જતા હતા ત્યારે તેમના મિત્રએતેમને એક પુસ્તક આપ્યું ‘અન ટુ ધી લાસ્ટ’આ પુસ્તક વાચ્યાબાદ તેમના વિચારો સંપૂર્ણપણે બદલી ગયા તેઓ બેરીસ્ટર બની વકિલાત કરવા ગયેલા પરંતુ બુક વાંચ્યા બાદ તેમના વિચારો બદલાયા અને તેઓએ બેરીસ્ટરની તાલીમ લેવાનો વિચાર માંડી વાળ્યો ઉપરાંત દેશને આઝાદી માટેની ચળવળમાં જોડાઈ ગયા આ પ્રસંગ દ્વારા પુસ્તકનું મહત્વ જણાવ્યું અને લોકોને વધુને વધુ પુસ્તકો વાંચવા માટે પ્રેરણા આપી હતી.
જિલ્લા લાઈબ્રેરી
જિલ્લા લાઈબ્રેરીએ સીનીયર સીટીઝન વાંચક પ્રિયવદન દેવશંકર દવે કે જેઓ એ.જી. ઓફીસમાં સીનીયર ઓડીટ ઓફીસર હતા. તથા ૧૯૯૭માં નિવૃત થયા છે. તેઓએ જણાવ્યું કે આજનાં યુવાનોનો શાષખ સામયીકો વાંચવા પૂરતો જ છે. અને યુવાનો પાસે સમય નથી વાંચવાથી સામાન્ય જ્ઞાન વધે છે. ઈતિહાસની માહિતી મળે છે. પહેલા અન્ય માધ્યમો ન હતા ઉપરાંત વાંચન જ એક પ્રેરણાત્સક શોખ હતો આજે સમય પસાર કરવાના ઉદેશથી વાંચન કરે છે. પરંતુ આજનાં યુવાનોએ શોર્ટકટ છોડીને વાંચન તરફ દ્રષ્ટી રાખવી જોઈએ ભાષાનાં પ્રભુત્વ અને ઉંડાણ જ્ઞાન તથા સફળતા માટે વાંચવું જ એક માત્ર ઉપાય છે.
સંધ્યા માંખીજા એક વિદ્યાર્થીની છે તેઓએ જણાવ્યું હતુ કે વાંચનથી જ પરિવર્તન આવે છે. અબ્દુલ કલામ, ગાંધીજી, વગેરે જેવા મહાનુભાવોનાં જિવનમાં પણ વાંચનથી પરિવર્તનો આવ્યા હતા. બધાએ પુસ્તક વાંચન કરવું જ જોઈએ જેથી પ્રોત્સાહન મળે, સફળતા મળશે સ્ત્રીઓ પોતાના જિવનમાં સાક્ષર બનશે તો સારામાં સારી તક મળી શકશે. લોકો કયાં પ્રકારનાં પુસ્તકો વાંચે છે. તેનાથી પણ તેની સારી ખરાબ અસરો ઉપજે છે. ડિજિટલ યુગમાં ઓનલાઈન પુસ્તકની ખરીદી વધી છે. અજાણ વ્યકિત દુકાન ચાલુ કરશે. જયારે ભણેલ વ્યકિત શોપીંગ મોલ ચાલુ કરશે આ તફાવત છે. વાંચનથી આવે છે. વિશ્ર્વ પુસ્તક દિનની ઉજવણી ભાગ‚પે જેને વાંચન કરવું છે. તેવા લોકો સુધી પુસ્તકો પહોચતા કરવા જોઈએ.
લેંગ લાઈબ્રેરી
લેંગલાઈબ્રેરીમાં વાંચક એડવોકેટ અતુલ કાંતીલાલ કામદરે જણાવ્યું કે યુવાનોએ મોબાઈલ ફોનની મજા છોડી પુસ્તકથી જીવનમાં પ્રેરણા લેવી જોઈએ મુસાફરી દરમિયાન પણ પુસ્તકો સારા સાથીદારની ગરજ સારે છે. ધ્યાન પૂર્વક, એકચિતે વાંચનમાટે ફીઝીકલ કોપી વાંચવી જ‚રી છે. ઈબુકથી આંખની તકલીફ પણ થાય છે. ઘરમાં પણ પુસ્તકો વસાવવા જોઈએ.
લેંગ લાઈબ્રેરીનાં લાઈબ્રેરીયને જણાવ્યું કે લેંગ લાઈબ્રરી ૧૮૫૬માં સ્થાપના થઈ કર્નલ ડબલ્યુ લેંગ જે રાજકીય એજન્ટ પદે હતા તેમના નામ પરથી સ્થાપવામાં આવી છે. અંગ્રેજી સ્કુલનાં નાના ‚મમાં આ લાઈબ્રેરીની શ‚આત થઈ હતી. અત્યારે લગભગ ઘણી ભાષાનાં પુસ્તકોક ઉપલબ્ધ છે. પુસ્તક મનુષ્ય જેવું છે. દરેક ઋતુની અસર તેને થાય છે. જર્જરીત બુકને ફેરવીને સાચવી લેવામાં આવે છે. સ્પર્ધામાં ટકી રહેવા યુવાનો વાંચન કરે જ છે. બાળકોને નાનપણથી જ વાંચનની ટેવ પાડવી જોઈએ.
આત્મીય કોલેજ
આત્મીય કોલેજનાં લાઈબ્રેરીન શિતલ ટાંકે જણાવ્યું કે કોઈ લાઈબ્રેરી વૃધ્ધ નથી થતી જવાબદારી જણાવ્યું કે વધતી જાય છે. સમાજના દરેક પાસાની માહિતી લોકોને હોવી જ જોઈએ તેની આદત પાડવા માટે બુકટોક, એકજીબીશન વગેરે કરી શકાય છે. લાઈબ્રેરી અને પુસ્તકો લોકોને વિચારતા કરે છે. સર્જનશકિતમાં વધારો કરે છે.
વિશ્ર્વ પુસ્તક દિનની ઉજવણીનાં ભાગ‚પે અબતકે વાંચકો, પુસ્તકપ્રેમીઓ, પુસ્તકાલયનાં અધિકારીઓનાં પ્રતિભાવો જાણવાનાં પ્રયાસો કર્યા હતા. શું કોઈ એક દિવસની ઉજવણી પુસ્તકને અર્પણ કરીને મનોમન ખુશ થવાથી સંતોષ મળી શકશે…? તો આ દિવસે શકય તેટલા પુસ્તકો વસાવીએ અને જાળવીએ તથા સરસ્વતીમાતાનાં આશિર્વાદ સાથે માહિતી અને જ્ઞાનને વધારીએ…. કારણ કે પુસ્તકનાં હાથ નીચે પ્રેમને પોષણ મળે છે.પુસ્તકોતો આપણા મિત્ર છે. જ પરંતુ આપણે પણ પુસ્તકોનાં ખરા મિત્ર છીએ?
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com