Abtak Media Google News

મકરસંક્રાંતિ ૨૦૨૪ રાશિફળ

આ વર્ષ ૨૦૨૪માં મકર સંક્રાંતિ ૧૫ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિ પર સુર્યદેવ પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો ત્યજીને તેમના ઘરમાં એટલે કે તેમની રાશિમાં પ્રવેશ કરે છે સૂર્ય અને શનિ પિતા અને પુત્રના સૂચક છે પિતા-પુત્ર હોવા છતાં તેમના સ્વભાવમાં જમીન આસમાનનો ફેર છે પરંતુ આ દિવસે સૂર્ય, પુત્ર શનિના ઘરમાં આવે છે આથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી પુણ્ય હજાર ગણુ થઈ જાય છે કેમ કે આજના દિવસે કરેલા પુણ્યકાર્યથી સૂર્ય અને શનિ બંનેની ઉર્જા પ્રાપ્ત થાય છે. આ મકર સંક્રાંતિ ઘણા વિશિષ્ટ યોગ લઈને આવી રહી છે. મકર સંક્રાંતિ સોમવારે આવી રહી છે. આથી પૂરું વર્ષ પોઝિટિવ એનર્જી મેળવવા માટે સવારે સ્નાન કર્યા પછી, શુદ્ધ જળ ભરેલા કળશમાં થોડું ગંગાજળ, ચોખા, ચંદન, કેસર, હળદર અને કંકુ નાખો. લાલ વસ્ત્ર પર એક કપ ચોખાની ઢગલી કરી ને તેના પર કળશ મૂકો અને પછી ત્રણ વખત આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. પછી કળશના પાણીથી સૂર્યને “ઓમ હ્રીં સૂર્યાય નમઃ” મંત્ર બોલતાં અર્ધ્ય આપો. આ પ્રયોગ જીવનમાં પદ પ્રતિષ્ઠા, પૈસા અને પોઝિટિવ એનર્જી આપનારો છે. આ મકર સંક્રાંતિ પર આ પ્રયોગ અવશ્ય કરો.

મકરસંક્રાંતિ ૨૦૨૪ની રાશિ મુજબ અસર  :

મેષ (અ,લ,ઈ) :

મકરસંક્રાંતિથી તમારું મન ગમતી પ્રવૃત્તિમાં રાખશો તો આ સમયમાં કોઈ પીડા નહિ આવે અને પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવશે , વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,વ્યાપારી તથા નોકરિયાતવર્ગને સારું રહે, સ્ત્રીવર્ગને મધ્યમ રહે.સૂર્યની સારી સ્થિતિ તમારા યશ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરશે.

વૃષભ (બ,વ,ઉ) :

નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, ઘરને શુશોભિત કરી શકો, કોર્ટ કચેરીમાં પ્રશ્નો હોય તો નિવારી શકો, બહાર જવાના કાર્યક્રમમાં ફેરફાર થઇ શકે, અચાનક પરિસ્થિતિમાં ફેરફાર થતો જોવા મળે.

મિથુન (ક,છ,ઘ) :

તમારા કૌશલ્યમાં નોંધપાત્ર સુધારો કરી શકો અને સારા પરિણામ મેળવી શકો, કાર્યમાં સફળતા મળતી જણાય,ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો, મિત્રોની મદદથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

કર્ક (ડ,હ) :

હકારાત્મક વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો. બેન્ક અને આર્થિક વ્યવહારોમાં ખાસ્સી સફળતા મળે, તમારા નાણાંનું યોગ્ય જગ્યાએ રોકાણ કરી શકો, શુભ સમય.

સિંહ (મ,ટ) :

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, તમારી પ્રતિભાની સરાહના થાય, નવી શરૂઆત કરી શકો, હકારાત્મક અભિગમથી તમારા કાર્યને વેગ આપી શકશો અને તમારા ભવિષ્ય માટે સારી યોજના આ સમયમાં બનાવી શકશો.

કન્યા (પ ,ઠ ,ણ) :

આર્થિક રીતે નુકસાન થતું જોવા મળશે, અગાઉ કરેલા નિર્ણયો અન્ય લોકોના કારણે ખોટા સાબિત થતા જોવા મળશે, કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.તુલા (ર,ત) : આવકના નવા સ્તોત્ર ખુલતા જણાય, અચાનક લાભ થતો જોવા મળે, નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરી શકશો તો ઘણી નવી તક તમારી રાહ જોઈ રહી છે.

વૃશ્ચિક (ન ,ય) :

નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે, ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા પડે, વ્યાપારીવર્ગને નવી ખરીદીમાં વિશેષ કાળજી લેવી, સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રોએ થોડી રાહ જોવી પડે.

ધન (ધ,ભ,ફ,ઢ ):

આ મકરસંક્રાંતિ ૨૦૨૪ તમારા માટે ઘણી ભેટ સોગાદ લાવી છે, ઇષ્ટદેવના સ્મરણ થી આગળ વધશો તો કાર્યસિદ્ધિ થશે, મુસાફરી ફળદાયી રહેશે અને કેટલાક નવા પ્રોજેક્ટ તમારી સામે આવી શકે છે , શ્રદ્ધાપૂર્વક આગળ વધશો તો લાભ થશે.

મકર (ખ,જ) :

યુનિવર્સ તમને પરિવર્તન દ્વારા કેટલાક સંકેત આપવા માંગે છે માટે તેને ખરાબ ના ગણી આગળ વધો અને પરિસ્થિતિ સમજો. કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરશે, માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય પણ ભવિષ્ય ઉજ્જવળ ગણી આગળ વધવું.

કુંભ (ગ ,સ,શ) :

રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા સંબંધોના કારણે કાર્યમાં પ્રગતિ થાય, જીવનમાં હવે સ્થિરતા જરૂરી છે તેવો અહેસાસ થાય. જુના સંબંધો ફરી તાજા થતા જોવા મળે અને ગમતી વ્યક્તિથી મુલાકાત થાય!

મીન (દ,ચ,ઝ,થ):

મકરસંક્રાંતિ ૨૦૨૪ માં આર્થિક બાબતો અંગે ચિંતા રહે લોન કે અન્ય ખર્ચ માટે આયોજન જરૂરી બને ,ક્રેડિટ કાર્ડનો વધુ ઉપયોગ ના કરવા સલાહ છે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
[email protected]
૭૯૯૦૫૦૦૨૮૨

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.