ભારતની વિશાળ જનસંખ્યા અને બદલાયેલી સામાજિક આર્થિક વ્યવસ્થામાં હવે અગાઉની જેમ સંયુક્ત પરિવાર અને વર્ષભરના દાણા પાણી ઘરમાં રાખવાની પ્રથા નથી, વિભક્ત પરિવારથી પ્રભાવિત સમાજ વ્યવસ્થામાં હવે ગરીબ મધ્યમ વર્ગના લોકો ટંક નૂ લાવી.. ટંકનું ખાય છે ત્યારે કોઈને વિના કારણે કામ વગર ઘરમાં રહેવું પરવડે તેમ નથી નથી ને નથી જ..

કૃષિ કાયદાઓના વિરોધ દરમિયાન અપાયેલ દેશ વ્યાપી બંધ, દરમિયાન એકંદરે રહેલી શાંતિ લોકતંત્રની પરિપકવતાનો પુરાવો….

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતા ભારતમાં સામાજિક રાજદ્વારી આર્થિક ક્ષેત્રે ગઈકાલે વધુ એક બંધના એલાનનો દિવસ અજંપા સાથે “હેમખેમ” પસાર થઈ ગયો હતો કૃષિ બિલના વિરોધમાં વિપક્ષ અને કેટલાક ખેડૂત સંગઠનો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનના અમલમાં પણ પ્રથમ તબક્કામાં જ દેશના તમામ રાજ્યોમાં રાજદ્વારી ધોરણે વિભાજન જોવા મળ્યું હતું અને વિપક્ષ પ્રભાવી આઠેક રાજ્યો સિવાય મોટાભાગનાગુજરાતસહિતનારાજ્યોમાં બંધનું એલાન માત્ર ઔપચારિક બની રહ્યું હતું સમગ્ર દેશનું જનજીવન આંગળીના વેઢે ગણાય એટલા વિરોધ કાર્યક્રમ ને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે હેમખેમ પસાર થઈ ગયો હતો અત્યારે બદલાયેલી સામાજિક આર્થિક અને પારિવારિક પરિસ્થિતિને લઈને કોઈપણ વર્ગને વિના કારણે કામથી દૂર રહેવું પરવડે તેમ નથી એક જમાનો હતો કે લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને કુટુંબના ભરણપોષણની વ્યવસ્થામાં  દાણા પાણીની આ દિવાળીથી આવતી દિવાળી સુધી ની વાર્ષિક વ્યવસ્થા કરવાની પ્રથા હતી હવે મોટાભાગના લોકો વિભક્ત કુટુંબમાં અને નિશ્ચિત માસિક કે રોજે રોજની આવક ધરાવતી આર્થિક વ્યવસ્થા સાથે જીવી રહ્યા છે ત્યારે કોઈને પણ કામ વગર ઘેર બેસવુ પોસાય તેમ નથી મોટા મોટા ભાગનો વર્ગ મધ્યમ અને ગરીબ વર્ગના સલેબ માં આવતો કોઈ બીજા શબ્દોમાં કહીએ તો શ્રમજીવી કામદારો ખેત મજુરો અને અસંગઠિત ક્ષેત્રના મજૂર વર્ગ માટે ટંકનું લાવી ટંકનું ખાવાની સ્થિતિને લઈને સતત કર્મશીલ અને કામ કરતું રહેવું પડતું હોય તેવા સંજોગોમાં ભારતમાં બંધના એલાન સાથે મોટાભાગના વર્ગને કોઈ લેવાદેવા હોતા નથી, અને રાજદ્વારી અને સામાજિક ધોરણે મને-કમને બંધની અસર નો ભોગ બનવું પડે છે, લોકતંત્રમાં વિરોધ કરવો એ તમામનું નૈતિક અધિકાર છે વ્યવસ્થાતંત્ર ને પોતાનો અણગમો વ્યક્ત કરાવવું તે માટે સત્યાગ્રહ અને વિરોધી આંદોલન અનિવાર્ય ગણાય છે પરંતુ બંધની અસર થી નિશ્ચિત પણે દેશના અર્થતંત્રને મોટી ખોટ જાય છે તેની અસર સમાજના છેવાડાના લોકો સુધી પહોંચે જ છે તેમાં બેમત નથી ગઇકાલના બંધમાં જોકે સામાન્ય જનજીવન ની કોઈપણ પ્રવૃત્તિને અસર થઈ ન હતી બંધના આયોજકોએ પણ વર્તમાન આર્થિક મંદી અને કોરો નાના લોક ડાઉન માંથી મહિનાઓ પછી ઉગરી આવેલા ધંધા રોજગારો અને આર્થિક પ્રવૃત્તિઓને ધ્યાન મા લય આઠ વાગ્યાના પીકપ અવર થી ત્રણ વાગ્યા સુધી કે જેમાં લોકો પોતાના કામ-ધંધે વ્યવસાય સ્થળ અને નોકરીના કાર્યાલય સુધી પહોંચી ગયા બાદ ત્રણ વાગ્યા સુધી રસ્તા બંધ કરવાનું કાર્યક્રમ યોજીને જોવા જઈએ તો સમજદારી પૂર્વક કોઈને અગવડ ન પડે ખાસ કરીને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો, આરોગ્ય સુવિધાઓ અને કર્મચારીઓ પોતાના દૈનિક કામમાં વિક્ષેપિતન થાય તેની કાળજી રાખવામાં આવી હતી વિરોધ કાર્યક્રમ માં સાર્વજનિક જોવાની આ ભાવના ખરેખર આવકાર્ય ગણાય, હવે લોકો સમજી ગયા છે કે વિરોધ અને બંધ દરમિયાન તોડફોડ મારામારી નુકસાન અને જાહેર અને ખાનગી સંપત્તિઓને નુકશાન કરવાથી દેશને મોટી ખોટ જાય છે ,જોકે હવે તો વડી અદાલત સુધીના ન્યાયિક સંસ્થાનો એ પણ બંધ અને આંદોલન દરમિયાન ઉભા થતા ઉપદ્રવ દરમિયાન ખાનગી અને સરકારી મિલકતોને થતા નુકસાન માં જવાબદારો સામે કાનૂની પગલાં થી લઈને નુકસાનીના વળતર સુધીના પગલા લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે બંધ દરમિયાન બિનજરૂરી હિંસા અને વિરોધ ના નામે તોડફોડ ના ન્યુસન્સ ને કાબૂમાં લેવાની હિમાયત કરવામાં આવે છે ગઇકાલના બંધમાં કિસાનો ના હિત સાથે સંકળાયેલા સંગઠનો એ કૃષિ ના નવા કાયદાઓ ને ખેતી અને ખેડૂતો માટે મુશ્કેલી સર્જનારા

ગણી તેનો અમલ રોકવાની માંગ કરી હતી આઝાદીના આઠ દાયકા બાદ આપણું લોકતંત્ર હવે પરિપકવતા ની વ્યાખ્યામાં બંધબેસતું થઈ ગયું છે લોકો હવે વિરોધ કાર્યક્રમના અનુસરણ માં આંધળુકિયા કરવાના મૂડમાં નથી મોટાભાગના વિરોધ કાર્યક્રમો રાજદ્વારી પક્ષ ,સંસ્થાઓ પૂરતા સીમિત રહી ગયા હોય તેમ સામાન્ય નાગરિક અને પરિવારને ,”ટંકનું લાવીને ટંક નું ખાવા”ની આ સ્થિતિમાં કામ વગરનું બેસવું પરવડે તેમ નથી તેવા સંજોગોમાં ગઇકાલના બંધની અસર માત્ર રાજદ્વારી ધોરણે ગણી શકાય સામાન્ય જનજીવન આ કાર્યક્રમથી શાંતિપૂર્વક રીતે દૂર રહેવા પામ્યું હતું છૂટાછવાયા બનાવોને બાદ કરતાં સમગ્ર દેશમાં કેટલાક સંજોગોમાં અજંપા સાથે બંધનો દિવસ ,,,હેમખેમ પસાર થયો હતો, લોકતાંત્રિક વ્યવસ્થામાં વિરોધ કરવું અને પ્રજાકીય અણગમો સત્તા સ્થાને બેઠેલા જન પ્રતિનિધિઓ સુધી પહોંચાડવું દરેકનો નૈતિક અધિકાર છે લોકતંત્રમાં જેવી રીતે મજબૂત શાસક ની સામે સબળ વિરોધ પક્ષની અનિવાર્યતા છે તેવી જ રીતે નાગરિકો અને રાજદ્વારી સંગઠનો સામાજિક આર્થિક સંસ્થાઓ ને પોતાનો વિરોધ અને અણગમો વ્યક્ત કરવાનો સંપૂર્ણપણે અધિકાર છે મુક્ત અભિવ્યક્તિ ની નાગરિકોની બંધારણીય હક અબાધિત છે અને તે પોતે વ્યક્તિગત કે સામુહિક રીતે પોતાનું વિચાર રજૂ કરી શકે છે બંધનું એલાન વિરોધ પ્રદર્શન એ લોકતાંત્રિક વ્યવસ્થાનું અભિન્ન અંગ છે પરંતુ આ વિરોધમાં ન્યાય છેવાડાના નાગરિકો અને સામાજિક નિત્ય કર્મો જીવન જરૂરી પ્રવૃત્તિઓ રોજીરોટી શિક્ષણ આરોગ્ય સુવિધા અને સામાજિક આર્થિક પ્રવૃત્તિઓને કોઈ પ્રકારની ખલેલ ન થવી જોઈએ ગઈકાલનું આંદોલનનો અને ભારત બંધનો દિવસ પણ આ જ રીતે હેમ્ ખેમ્ પસાર થયો હતો, ભારતની લોકશાહી હવે પરિપક્વ બની છે રાજ દ્વારી પ્રવૃત્તિ સામાજિક અજંપો ફેલાવનારી ન બને તે જ સાચી લોકશાહી ગણાય તેની પ્રતીતિ ગઇકાલના બંધ ના એલાન દરમિયાન આર્થિક પ્રવૃત્તિ અને સામાજિક શાંતિના માહોલ થી  અવશ્યપણે થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.