આસો સુદ આઠમે માતાજી પુજા હવન નૈવેદ્યનું વિશેષ મહત્વ
આસો સુદ આઠમને બુધવાર તા. ૧૭-૧૦-ર૦૧૮ ના દિવસે હવનાષ્ટમી એટલે કે મહાષ્ટમી એટલે કે મહાષ્ટમી છે આ દિવસે ભદ્રકાળી દેવી કે જેમણે દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો હતો. જેઓ મહારોદ્ર હતા અને કરોડો યોગીની સાથે પ્રગટ થયા હતા. બીજી એક કથા પ્રમાણે નારદમુની રામ – લક્ષ્મણને કહે છે કે કોઇ પણ શુભ કાર્યમાં વિજય મેળવવો હોય તો અમોધ નવરાત્રીનુંં વ્રત કરવું અને પુરાણમા પણ આ વ્રતનો ઉલ્લેખ છે.
નારદ મુની રામચંદ્ર ભગવાનને કહે છે કે નવરાત્રીમાં આઠ દિવસ એટલે કે આઠમ સુધી ઉપવાસ કરવા અને માતાજીની ઉપાસના કરવી. જપ કરવા તથા આઠમના દિવસે હોમ કરવો. આમ કરવાથી દુષ્ટ અસુરોનો સંહાર શકય બનશે. નારદજીની સલાહ પ્રમાપે રામચંદ્ર ભગવાન માતાજીની મુર્તિ બનાવી વ્રત કરે છે અને આઠમા દિવસે એટલે કે આશો સુદ આઠમના દિવસે ચમત્કાર થાય છે. માતાજી જગદંબા ભુવનેશ્વરી સ્વય પ્રગટ થાય છે અને કહે છે કે તમે ભગવાન વિષ્ણુના અવતાર છો. અને રાવણના ત્રાસમાંથી દુનિયાને મુકત કરવા તમે અવતાર લીધો છે.
ત્યારબાદ માતાજી આર્શીવાદ આપે છે કે તમારો રાવલ સાથેના યુઘ્ધ માં વિજય થાશે. તથા વીર લક્ષ્મણ પણ શેષનાથનો અવતાર છે આથી કુંભકર્ણ નો તેના હાથે સંહાર થાશે. આમ માતાજી હવન અષ્ઠમીના દિવસે ભગવાન રામને આશીર્વાદ આપી અંતરઘ્યાન થઇ જાય છે. આમ રામચંદ્ર ભગવાન માતાજીની શકિત દ્વારા જ દશેરાના દિવસે રાવણનો સંહાર કરે છે નવરાત્રીમાં હવનાષ્ટમીનો દિવસ મહત્વનો ગણાય છે. આ દિવસે રામચંદ્ર ભગવાનને માતાજીના આશીર્વાદ મળેલા અને રાવણ ઉપર વિજય મેળવેલો.
હવનાષ્ટમીના દિવસે માતાજી ની વિશેષ પુજા ઉપાસના જય કરવા જોઇએ આ દિવસે નેવૈદ્ય નું પણ મહત્વ રહેલું છે. આ દિવસે લોકો પોતાના કુળદેવી જ્ઞાતિદેવી ને નેવૈદ્ય અર્પણ કરે છે જેથી આખુ વર્ષ નિવિઘ્નતાપૂર્વક પસાર થાય અને પોતાના ઘર કુટુંબની માતાજી રક્ષા કરે.
આ દિવસે કરેલ હવને નેવૈદ્ય માતાજીની પુજા ગરબા, ઉપાસના જપ તુરંત ફળ આપનાર બને છે. કુળદેવી માતાજીના વરદાન રુપી આશીર્વાદ મેળવવાનો દિવસ એટલે હવનાષ્ટમી આ દિવસે દુર્ગાષ્ટમી તથા મહાઅષ્ટમી પણ કહેવાય છે તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદિપ જોષીની યાદીમાં જણાવાયું છે.