ધોધલા ગામની મચ્છીમારની દીકરીનુ ગૌરવ

સરકારી ઉચ્ચતર માધ્યમિક કન્યાશાળામા અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેમજ મચ્છીમાર સમાજની ખારવા જ્ઞાતિની દીકરી કુ. ફુલબારિયા તનીશા મહેન્દ્ર ની 8th National Level Exhibition & Project Compilation 8 th September 2021 મા વિજ્ઞાનની કૃતિ Head pain Relief Through Acupressure ની પસંદગી થયેલ છે . તે માટે તેમને રૂપિયા 25000/- નુ ઈનામ ઇનાયત કરવામાં આવેલ છે તેમજ તેમને એવોડૅ આપવામાં આવે છે.

આ માટે તેમના માગૅદશક શિક્ષક  જે. કે. પટેલ ને પણ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.
સાથે સાથે શાળાના આચાર્ય પી.સી.પટેલ સાહેબને પણ એવોડૅથી સન્માનિત કરવામાં આવેલ છે.

શાળાના વ્યાયામ શિક્ષક માન. શરદ પી. સોલંકી અત્રે સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કરવામાં આવેલ. શાળાના સિનિયર શિક્ષક હરેશ પી. મહેતા,  નરેશ પી. બામણિયા, મતી યોગીના ડી. સોલંકી, મતી શર્મિલાબેન ડી. દીવેચા, માન મનહર સાહેબ, માન અમિત સાહેબ અન્ય શિક્ષકા બહેનો અત્રે ઉપસ્થિત રહીને આ સન્માન સમારોહને ગૌરવંતો કરેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.