એક દિવસ મોડો મોબાઈલ લેવા જવાનું કહેતા સગીરાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરના ભાગોળે આવેલા કાગદડિ ગામે સગીરાએ ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પિતાએ એક દિવસ મોડો મોબાઈલ લેવા જવાનું કહેતા પુત્રીએ વખ ઘોળ્યું હોવાનુ જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના છેવાડે આવેલા કાગદળી ગામમાં રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિક્રમભાઈ ભીલની 15 વર્ષીય પુત્રી રોશની ભીલએ પોતાના ઘરે ખડમાં નાખવાની દવા પી લેતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી છે.
જે અંગે જાણ થતાં કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સગીરા રોશનીને મોબાઈલ જોતો હોય પરંતુ પિતા વિક્રમભાઈને પાણી વાળવા જાઉં હોય તેથી મોબાઈલ સાથે લઈ ગયા હતા. જેથી પિતાએ પુત્રીને એક દિવસ બાદ મોબાઈલ નવો લઈ આવવાનુ કહેતા આજરોજ સવારે પોતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.