બાળકોની આરોગ્ય માટે રસીકરણ કરવા શ્રીમતી અનુજા ગુપ્તાની વાલીઓને અપીલ
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા ઓરી અને નૂરબીબી વિરોધી રસીકરણ અભિયાન અંતર્ગત આજે કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાની બે પુત્રીઓ તથા જિલ્લા પોલીસ વડાના પુત્રને પણ આ રસીકરણ કરવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીની આગેવાની નીચે આજે સવારમાં આરોગ્યની ટીમ કલેક્ટર ડો. ગુપ્તાના ઘરે પહોંચી હતી અને ત્યાં તેમની બે પુત્રીને ઓરી અને નૂરબીબી વિરોધી રસી આપવામાં આવી હતી. પાંચ વર્ષીય અનુ તથા ત્રણ વર્ષની રાજવીને રસીકરણ કરવામાં આવ્યું હતું.આ તકે મતી અનુજા ગુપ્તાએ કહ્યું કે, બાળકોને વિવિધ પ્રકારના રોગોથી બચવા માટે રસીકરણ કરાવવું ખૂજ જરૂરી છે, ત્યારે સરકારે આ અભિયાન ઉપાડ્યું છે, તેમાં વાલીઓએ સહભાગી બની પોતાના સંતાનોને ભવિષ્યના સંભવિત રોગો સામે આરોગ્યકવચ ઉભું કરવું જોઇએ.
એ બાદ આરોગ્યની ટીમ જિલ્લા પોલીસ વડા બલરામ મિનાના ઘરે આવી પહોંચી હતી. અહીં તેમના પાંચ વર્ષના પુત્ર તેજસ્વને ઓરી અને નૂરબીબી વિરોધી રસી આપવામાં આવી હતી. ત્યાં મતી કલ્પના મિનાએ તેજસ્વને આ રસી અપાવી હતી. આરોગ્ય વિભાગને રસીકરણ બદલ ત્રણેય બાળકોનું માર્કિંગ કરી, તેમને પ્રમાણપત્ર આપ્યા હતા.
અત્રે એ યાદ અપાવી દેવું જોઇએ કે આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છેઅને બાળકને ઓરી તથા નૂરબીબી રોગ સામે રક્ષણ આપે છે.