GUJCET એટલે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. તે રાજ્ય-સ્તરની સામાન્ય પ્રવેશ પરીક્ષા છે. તે GSEB દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પરીક્ષા ઇજનેરી, ડિપ્લોમા અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે છે. ત્યારે આ પરિક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ૬ જાન્યુઆરીથી શરુ થશે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા.
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે, ની ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) એ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો માટે વાર્ષિક પ્રવેશ પરીક્ષા છે.જેના ફોર્મ ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે.
૬ થી ૨૦ જાન્યુઆરી સુધી બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે મગ્ર ફોર્મ ભરવાની પ્રોસેસ 20 જાન્યુઆરી સુધી ચાલશે. Www.gseb.org સાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જે બાદ ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે.