ડેડલાઈન બાદ કાયદાનું કડક અમલીકરણ કરાવવાનો સરકારનો નિર્ધાર
સરકારની વિવિધ યોજનાઓને વિસ્તૃત કરવા માટે કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ આધાર કાર્ડને લિંક કરવાની ડેડલાઈન ૩૦ સપ્ટેમ્બરથી વધારી ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. આ પૂર્વ પણ આધાર માટેની મુદત લંબાવાઈ હતી. ચીફ જસ્ટીસના અધિકારી એર્ટોની જનરલ કે.કે.વેનુગોયલે જણાવ્યું હતું કે આધારની માન્યતા હજી ભવિષ્યના પરિણામો માટેના પ્રશ્ર્નો ઉભા કરે છે માટે પેનલ બનાવી તેના પર ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે. જોકે આવકવેરા કાયદામાં સુધારા કરીને આધાર અને પાન કાર્ડ નંબરને લિંક કરવા ફરજીયાત બનાવવામાં આવ્યું છે. વેનુગોપાલનો આ નિર્ણય સ્વિકારવામાં આવ્યો છે. જોકે ૩૧ ડિસેમ્બર બાદ કાયદાનું પાલન કરવું પડશે. આ આધાર કાયદો પોતાના ડેટાની સલામતીના માધ્યમથી પ્રાઈવસીના મૌલિક અધિકારના મુદ્દે ખરો ઉતરશે. જોકે આ નિર્ણય પાછળનો હેતુ અન્ય યોજનાઓને વેગ આપવાનો છે. તેથી બધાને અમાન આધાર અધિકાર આપવામાં આવે તેવુ સુપ્રિમ કોર્ટે સુચવ્યું હતું.