દેવસ્થાન સમિતિનાં ટ્રસ્ટી પરેશ ઝાખરીયાએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી: તપાસનાં આદેશો

દ્વારકાના જગત મંદિરનાં પરિસરમાં પુરૂષોતમ માસના ઉત્સવ નિમિતે શરદોત્સવના કાર્યક્રમનું સંખ્યાબંધ લોકોએ મોબાઈલ સહિતના ઈલેકટ્રોનીક ઉપકરણોનાં માધ્યમથી લાઈવ ટેલીકાસ્ટ કરી કાયદાનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન કરતા આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડયા છે.ઘટના છેક ગાંધીનગર સુધી પહોચતા સરકારી તંત્ર હવે ઉંઘમાંથી જાગ્યું છે. દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી તથા ભાજપા શહેર પ્રમુખ પરેશભાઈ ઝાખરીયાએ ખુદ આ બાબતે નારાજગી દર્શાવી પગલા લેવા માટે કલેકટરનું એસ.પી. અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી લેખીત રજુઆત કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષાના ધજાગરા ઉડાવતી આ ઘટના અંગે ઝાખરીયા નાના મોટી પ્રતિબંધીત ચીજ વસ્તુ સાથે મંદિરમાં પ્રવેશ કરે તો તેના ઉપર કેસ કરવામાં આવે છે. તો આવા ગંભીર ગુન્હેગારો સામે માટે પગલા લેવામાં આવતા નથી.વહીવટદાર જાડેજાએ તાત્કાલીક અસરથી નાયબ વહીવટદાર અને દ્વારકા પોલીસ તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.