અંબરીશ ડેરના સર્મકો દ્વારા આવેદન અપાયુ
વિધાનસભામાં દિપેશ અને અભિષેકના રહસ્યમય મોતની કેસના સાબિતી અને રીપોર્ટ વર્ષોી જાહેર ની કરતી તે પ્રશ્ર્નોને લઈને પ્રતાપભાઈ દુધાત અંગત માહિતી હતી તે રીપોર્ટ રજૂ કરવા માગતા હોય અધ્યક્ષ દ્વારા મંજૂરી આપેલ નહીં જયારે અંબરીશભાઈ ડેર દ્વારા ત્રિવેદીપંચ જસ્ટીસનો રીપોર્ટ ગૃહમંત્રી પાસે માંગ્યો જે બાબતે આ જગદીશ પંચાલ દ્વારા ઉશ્કેરણીજનક ગાળો બોલતા આ આખો મામલો બીચકેલ હતો અને સા.કુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત અને રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેરને પ્રમ સત્ર અને ત્યારબાદ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાતા સમગ્ર રાજુલા અને સૌરાષ્ટ્રમાં ઘેરા પડઘા પડયા છે અને અધ્યક્ષ દ્વારા અપનાવેલ એક તરફી વલણ સામે લોકોનો રોષ ભભૂકી ઉઠયો છે. લોકો દ્વારા ભાજપ સત્તાના નશામાં વધુ ભાન ભુલી ગયેલ હોય તેવું વર્તાય રહેલ છે.
આ અંગે રાજુલા, સા.કુંડલા તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ ઘેરા પડઘા પડેલ છે.
જેમાં ગઈકાલે સાંજે જ રાજુલાના હિંડોરણા, આગરીયા તેમજ સા.કુંડલા વિસ્તારમાં તેમજ આજરોજ ભાવનગરના વરતેજ તેમજ તળાજા તાલુકાના લોકો દ્વારા ચક્કાજામ કરેલ હતો. તેમજ રાજુલામાં આ અંગેની આગળના શું કાર્યક્રમો આપવા તેની રણનીતિ નક્કી કરવામાં આવશે અને અંબરીશ ડેરના સસ્પેશનને રદ કરવા માટે માંગણી ઉગ્ર બનેલ છે અને અંબરીશ ડેર અને પ્રતાપ દુધાત, દુધાતના સર્મનમાં થયુ કોંગ્રેસ, એનએસયુઆઈ તા સમગ્ર કોંગ્રેસ પરિવાર અને સમગ્ર આહિર સમાજ રસ્તા પર ઉતરી આવશે અને જો તાત્કાલીક આ સસ્પેશન રદ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આનાી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડશે તો વિધાનસભાને પણ ઘેરવામાં આવશે તેવી રણનીતિ નકકી કરવામાં આવેલ છે. આ અંગે અમરેલી જિલ્લા યુ કોંગ્રેસના પરેશભાઈ ભુવા, તાલુકા થયુ કોંગ્રેસના ઘનશ્યામભાઈ લાખણોત્રા, કનુભાઈ ધાંખડા, અલ્પેશ દુધાત, નિરવ ભટ્ટ તા અમિત જોષીની યાદીમાં એકી અવાજે સૌએ જણાવે છે કે, રાજુલા ધારાસભ્ય દ્વારા ઉઠાવાના પ્રશ્નોની સરકાર ગભરાઈ ગયેલ હોય જેી તેઓ બોલતા બંધ કરવા માટે આવું ષડયંત્ર કરવામાં આવેલ છે. જેને સૌએ વખોડી કાઢીને પડકાર સામે ઉગ્ર રોષ વ્યકત કરવામાં આવેલ છે.
અંબરીશ ડેરને સદબુધ્ધી આપો ભાજપે કર્યા હનુમાન ચાલીશા
રાજુલાના ધારાસભ્ય દ્વારા ગઈકાલે વિધાનસભામાં કરેલી ગુંડાગીરી અને લોકશાહીને કલંક લગાડયું હતું. પ્રજાના કામો માટે ચૂંટેલા પ્રતિનિધિઓ ગુંડાગીરી ઉપર ઉતરેલા ધારાસભ્યોને હનુમાનજી સદબુદ્ધિ આપે અને હનુમાન જેવા બની જનતાની સેવા કરે નહીં કે રાવણ જેવા બની લોકશાહીનું ચીરહરણના કરે તે માટે રાજુલા શહેર તાલુકા ભાજપ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.
આ તકે રવુભાઈ ખુમાણ, કમલેશ પરમાર, રાજુભાઈ લાડવા, ભોળાભાઈ લાડુમોર, હર્ષદ પટેલ, ગજેન્દ્ર પરમાર, વલ્કુભાઈ બોસ, શુકલભાઈ બાલદાણીયા, અમરાભાઈ ડુંગર, કનુભાઈ ધાંખડા વાવેરા, વનરાજભાઈ ધાંખડા, મહાદેવ દિલીપભાઈ જોશી, પ્રદીપ ટાંક, ભરત જાની, કિશોરભાઈ રેણુકા સહિતના જોડાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,